રાવલગાંવ સુગર ફર્મ ચર્ચામાં છે, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ફાર્મએ કન્ફેક્શનરી બિઝનેસને ખરીદ્યો છે.
મુકેશ અંબાણીએ આ ડીલ રૂ.27 કરોડમાં કરી છે, જે મુજબ ટ્રેડમાર્ક, રેસિપી અને ઈંટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હવે રિલાયન્સની પાસે આવી ગયા છે.
રાવલગાંવ સુગર ફાર્મ લિમિટેડ પબ્લિક લિમિટેડ કંપની છે, જે કન્ફેક્શનરીનું ઉત્પાદન કરે છે.
ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદે 1933માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં એક સુગર મિલની સ્થાપના કરી હતી.
1942માં આ કંપનીએ રાવલગાંવ બ્રાન્ડથી ટોફી બનાવવાનું શરૂ કર્યું હતું.
આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી નવ બ્રાન્ડ્સ છે.
રાવલગાંવ સુગર ફર્મનું માર્કેટ કેપ રૂ.28.02 કરોડ છે. કંપની રાવલગાંવ બ્રાન્ડ હેઠળ ટોફી બનાવે છે.
રાવલગાંવે તેની યાત્રા નારંગીના સ્વાદવાળી કેન્ડીથી શરૂ કરી હતી.