323KMની રેન્જ...કમાલના સેફ્ટી ફીચર્સ! આ કંપનીએ લોન્ચ કરી નવી ઈલેક્ટ્રિક બાઈક

બેંગ્લુરુની ઈલેક્ટ્રોનિક ટુ-વ્હીલર નિર્માતા કંપની અલ્ટ્રાવાયોલેટે નવી ઈલેક્ટ્રિક બાઈક Ultraviolette F77 Mach 2 લોન્ચ કરી છે.

આ પરફોર્મેન્સ બેઝ્ડ ઈલેક્ટ્રિક બાઈકના સ્ટાન્ડર્ડ વેરિએન્ટની કિંમત 2.99 લાક છે અને ટોપ મોડલની કિંમત 3.99 લાખ છે.

કંપનીનો દાવો છે કે Mach 2ના રેગ્યુલર સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં સિંગલ ચાર્જમાં 211 કિમી અને Recon વેરિએન્ટ સિંગલ ચાર્જમાં 323 કિમી ચાલે છે.

કંપની આ ઈલેક્ટ્રિક બાઈક પર પૂરા 8 લાખ કિલોમીટર સુધીની વોરંટી આપી રહી છે.

આ ઈલેક્ટ્રિક બાઈકને લાઈટિંગ બ્લૂ, એસ્ટેરોઈડ ગ્રે, ટર્બો રેડ, આફ્ટરબર્નર યેલો, સ્ટેલ્થ ગ્રે, કોસ્મિક બ્લેક, પ્લાઝમા રેડ, સુપરસોનિક સિલ્વર અને સ્ટેલર વ્હાઈટ કલરમાં રજૂ કરાઈ છે.

કંપનીએ આ બાઈકમાં પ્લાસ્ટિકની જગ્યાએ એલ્યુમિનિયમ ચાર્જિંગ પોર્ટ આપ્યા છે, સાથે જ તેમાં નવા ગ્રાફિક જોવા મળે છે.

DC ફાસ્ટ ચાર્જરથી તેની બેટરી 60 મિનિટમાં 0-80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

બાઈકમાં હિલ હોલ્ડ ફંક્શન, ડાયનામિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, એન્ટી લોક બ્રેક્સ, 3 રાઈડિંગ મોડ્સ, ઓટો ડિમિંગ લાઈટિંગ સિસ્ટમ વગેરે ફીચર છે.