આ છે ભારતની 10 સૌથી અમીર મહિલા, જાણો કોણ છે ટોપ પર

Arrow

ફોર્બ્સ દ્વારા 2023 માટે અબજોપતિઓની યાદી જાહેર કરવામાં આવી છે અને તેમાં ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ  છે.

Arrow

સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન છે અને 73 વર્ષીય બિઝનેસમેનની કુલ સંપત્તિ 17 બિલિયન ડોલર  છે.

Arrow

સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીની પત્ની રોહિકા સાયરસ મિસ્ત્રી 7 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરની સૌથી ધનિક મહિલા છે.

Arrow

શેરબજારના બિગ બુલ કહેવાતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલા અમીર ભારતીય મહિલાઓની યાદીમાં ત્રીજા નંબરે છે, જેમની સંપત્તિ 5.9 બિલિયન ડોલર  છે.

Arrow

ચોથા નંબરે યુએસવી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન લીના તિવારી છે, જે હેલ્થકેર સેક્ટરના અનુભવી છે અને તેમની પાસે 3.4 બિલિયન ડોલરની સંપત્તિ છે.

Arrow

સ્મિતા કૃષ્ણા ગોદરેજ પાંચમા સ્થાને છે અને તેમની કુલ સંપત્તિ 2.8 બિલિયન ડોલર છે. તે કન્ઝ્યુમર ગુડ્સના બિઝનેસમાં છે.

Arrow

Nykaa સ્થાપક ફાલ્ગુની નાયર 2.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સૌથી ધનિક ભારતીય મહિલાઓમાં છઠ્ઠા નંબરે છે.

Arrow

રાધા વામ્બુ, બિઝનેસ સોફ્ટવેરના વ્યવસાય સાથે સંકળાયેલી, છે તે  2.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ભારતની સાતમી સૌથી ધનિક મહિલા છે.

Arrow

ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની બાયોકોનના ચેરમેન કિરણ મઝુમદાર શો 2.1 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે.

Arrow

અનુ આગાનું નામ ફોર્બ્સની યાદીમાં નવમા નંબરે છે, જેઓ એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમની કુલ નેટવર્થ 2 બિલિયન ડોલર  છે.

Arrow

ભારતની દસમી સૌથી ધનિક મહિલા મૃદુલા પારેખ છે, જેઓ  પીડિલાઇટ ગ્રુપની માલિક છે અને તેમની કુલ સંપત્તિ 1.7 બિલિયન ડોલર  છે.

Arrow
વધુ વાંચો