18 MAY 2024
દેશના 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે 20મી મેના રોજ લોકસભા ચૂંટણી યોજાવાની છે.
આવી સ્થિતિમાં 49 શહેરોમાં બેંકો બંધ રહેશે. જોકે, બેંકની ઓનલાઈન સેવાઓ અને એટીએમ ચાલુ રહેશે.
19મી મે રવિવાર છે અને 20મીએ સોમવારે મતદાન છે. તેથી આ સ્થળોએ સતત બે દિવસ બેંક રજા રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ અંગે પહેલાથી જ નોટિફિકેશન બહાર પાડી દીધું છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ મતદાન થશે તે દિવસે બેંકો બંધ રહેશે.
20 મે પછી બુદ્ધ પૂર્ણિમાના કારણે 23 મેના રોજ પણ દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
ત્યારબાદ 25 મેના રોજ દેશની 57 બેઠકો પર લોકસભાના છઠ્ઠા તબક્કા માટે મતદાન થવાનું છે. જેના કારણે બેંકો ખુલશે નહીં.
જો કે, 25 મે એ મહિનાનો ચોથો શનિવાર છે, તેથી તે દિવસે દેશભરની બેંકો બંધ રહેશે.
આવી સ્થિતિમાં, બેંક સંબંધિત જે પણ કામ હોય, તે અગાઉથી કરો, આજકાલ વધુ કામ ઓનલાઈન થાય છે.
આ પહેલા આ મહિનાની 7 અને 13 તારીખે પણ લોકસભા ચૂંટણીના કારણે ઘણી જગ્યાએ બેંકો બંધ રહી હતી.