5 jan 2023
Credit: Anant Ambani Fan club
અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે
અનંત અને રાધિકાના લગ્ન આ વર્ષે થશે, જેને લઇને 1થી 3 માર્ચ સુધી જામનગરમાં ત્રણ દિવસની પ્રી-વેડિંગ પાર્ટી યોજવાની છે
ત્રણ દિવસની આ પાર્ટીમાં દરરોજ ચાર વાર વ્યંજન પીરસવામાં આવશે
થાઇ, જાપાની, મેક્સિકન, પારસી અને પેન એશિયન સહિત આશરે 2500 વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે
75 પકવાન, લંચમાં 225થી વધુ વ્યંજન, ડિનરમાં આશરે 275 વાનગીઓ પીરસાશે
હોટલના પ્રમુખ ખાનસામેએ જણાવ્યું કે, પ્રીતિભોજ માટે દરેક ડિશ કડક ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ અંતર્ગત તૈયાર કરવામાં આવશે
3 દિવસની પાર્ટી દરમિયાન કોઇપણ એક આઇટમને રિપીટ કરવામાં નહીં આવે
20 મહિલા શેફ સહિત કુલ 65 શેફનું ગ્રુપ અને રાશનથી ભરેલા 4 ટ્રક ઇન્દોરથી જામનગર પહોંચશે
ઇન્દોરી કચોરી, પૌંઆ, જલેબી, ભુટ્ટાની કીસ, કોપરા પેટીસ, ઉપમા અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે