આ અરબપતિએ ગૌતમ અદાણીને છોડ્યા પાછળ, અંબાણીની ખુરશી પણ ખતરામાં

વિશ્વના ધનિકોની યાદીમાં ભારે ઉથલ-પાથલ મચી ગઈ છે. જેફ બેઝોસ (Jeff Bezos) ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

પહેલા નંબરથી એલન મસ્ક બીજા નંબર પર આવી ગયા છે અને બર્નાર્ડ આર્નોલ્ટ (Bernard Arnault) ત્રીજા નંબર પર આવ્યા છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખુરશી પણ ખતરામાં છે. તેઓ અત્યારે વિશ્વના 12મા ધનિક વ્યક્તિ છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર ઈન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિમાં 24 કલાકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

મુકેશ અંબાણીને 24 કલાકમાં 1.32 અરબ ડૉલરનું નુકસાન થયું છે. જેના કારણે તેમની નેટવર્થ ઘટીને 111 અરબ ડૉલર થઈ ચુકી છે.

આની સાથે જ ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. તેમની નેટવર્થ એક દિવસમાં 1.77 અરબ ડૉલર ઘટી છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયા બાદ તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં 14મા નંબરે આવી ગયા છે.

ઘટાડાના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ 106 અરબ ડૉલર થઈ ગઈ છે. જ્યારે અમેરિકાના અરબપતિ જેન્સન હુઆંગે તેમને પાછળ છોડી દીધા છે.

જેન્સન હુઆંગની નેટવર્થ 111 અરબ ડૉલર છે, જે મુકેશ અંબાણીની નેટવર્થ બરાબર છે.

જેન્સન હુઆંગ વિશ્વાના અમીરોના લિસ્ટમા 13મા સ્થાને છે. જ્યારે આમના આગળ મુકેશ અંબાણી અને તેમના એક પાયદાન પાછળ ગૌતમ અદાણી છે.