પૈસા તૈયાર રાખજો... આવી રહ્યા છે 6 IPO, કોહલી-અનુષ્કાએ પણ કર્યું છે રોકાણ
5 jan 2023
જો તમે શેર માર્કેટ અથવા IPO માર્કેટમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ અઠવાડિયું તમારા માટે ખાસ છે.
રોકાણ માટે પૈસા તૈયાર રાખો, કારણ કે એક-બે નહીં પરંતુ 6 કંપનીઓના IPO ઓપન થવા જઈ રહ્યા છે.
તેમાંથી એક કંપનીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ રોકાણ કર્યું છે.
આ કંપની ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ લિમિટેડ છે. તેનો IPO 15 મેથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPOની સાઈઝ 1500 કરોડ છે.
બીજો ઈશ્યૂ મનદીપ ઓટો ઈન્ડસ્ટ્રી લિમિટેડનો છે, જે આજે 13 મેએ ખુલ્યો છે, આ SME IPO છે, તેની પ્રાઈઝ બેન્ડ 25.25 કરોડ છે. પ્રાઈસ બેન્ડ 67 રૂપિયા નક્કી કરાઈ છે.
એક અન્ય SME IPO Veritaas Advertising IPO છે જે આજે ખુલશે. તેની પ્રાઈસ બેન્ડ 109-114 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાઈ છે.
આગામી IPO Quest Laboratories IPO છે, તેની સાઈઝ 43.16 કરોડ છે. તેમાં 15 મેથી પૈસા લગાવી શકાશે. પ્રાઈસ બેન્ડ 93-97 રૂપિયા છે.
Indian Emulsifier IPO પણ 13 મેથી ખુલશે. તેના દ્વારા કંપની 42.39 કરોડ એકઠા કરશે. તેની પ્રાઈસ બેન્ડ 125થી 132 પ્રતિ શેર છે.
આગામી અઠવાડિયે Rulka Electronicsનો ઈશ્યૂ થશે. જે 16થી 21 મે સુધી ખુલશે. તેની સાઈઝ 26.40 કરોડ અને પ્રાઈસ બેન્ડ 223-235 રૂપિયા પ્રતિ શેર છે.
(નોટ- શેર માર્કેટ કે IPO માર્કેટમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટ્સની સલાહ લો.)