‘રંગ બરસે…’ અમદાવાદમાં ભારતીય ક્રિકેટરોની બસમાં હોળી પાર્ટી, Kohli મન મૂકીને ઝૂમ્યો, જુઓ VIDEO

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે ઓસ્ટ્રેલિયા સામેની 4થી ટેસ્ટ પહેલા રંગોના તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ભારતીય ઓપનર શુભમન ગિલ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો અમદાવાદમાં ટીમ બસની અંદર હોળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

બસમાં ટીમ ઈન્ડિયા હોળી રમી
ભૂતપૂર્વ ભારતીય સુકાની કોહલી, કેપ્ટન રોહિત અને ઓપનર ગિલ ટીમ ઈન્ડિયાના સભ્યો સાથે તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ત્રણેય ટીમ બસની અંદર રંગોમાં રંગાયેલા હતા. જેનો વીડિયો શુભમન ગિલે પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, @indiancricetteam તરફથી હોળીની શુભકામનાઓ. વીડિયોમાં બોલિવૂડ ફિલ્મ સિલસિલાના આઇકોનિક ગીત ‘રંગ બરસે…’ વાગી રહ્યું છે અને બસમાં ટીમના અન્ય સદસ્યો પણ રંગાયેલા જોવા મળી રહ્યા છે.

PM મોદી ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચ જોવા આવશે
બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 9 માર્ચથી શરૂ થવાની છે. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની ઓલબેનિસ અમદાવાદ આવવાના છે. બંને દેશના વડાપ્રધાન અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એકસાથે બેસીને ટેસ્ટ મેચ નિહાળશે. ત્યારે ખાસ માહિતી મુજબ PM મોદી આ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

બોર્ડર-ગાવસ્કર સીરિઝની અંતિમ ટેસ્ટ 9મી માર્ચે
નોંધનીય છે કે, આગામી 9મી માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાવાની છે. જે પહેલા ટીમ ઈન્ડિયા અમદાવાદમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ અમદાવાદમાં છે. યજમાન ટીમ ઈન્ડિયા ચાર મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. રોહિત એન્ડ કંપનીએ હાઈ-પ્રોફાઈલ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને રેકોર્ડ ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે મેચ હારી ગયા બાદ, ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતીને ઇન્દોરમાં પ્રભાવશાળી પુનરાગમન કર્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ ક્વોલિફાય કર્યું છે. યજમાન ભારતનું લક્ષ્ય અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાનું રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT