WTC ફાઈનલ: વિરાટ, રોહિત, પુજારા બધા ફેલ, ઓસ્ટ્રેલિયા સામે એકલા લડતો રહ્યો અજિંક્ય રહાણે
લંડન: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023)ની ફાઇનલ મેચ 7 જૂનથી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ફાઈનલ મેચમાં…
ADVERTISEMENT
લંડન: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023)ની ફાઇનલ મેચ 7 જૂનથી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ફાઈનલ મેચમાં બીજા દિવસની રમત (8 જૂન) પૂરી થઈ ગઈ છે. બંને દિવસથી કાંગારૂ ટીમનું પલડું ભારે રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ટાઈટલ મેચમાં ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. બીજા દિવસે તેની ઇનિંગ્સનો અંત આવ્યો. આ પછી જ્યારે ભારતીય ટીમ બેટિંગ માટે ઉતરી તો તેનો ટોપ ઓર્ડર ખરાબ રીતે ફ્લોપ દેખાયો હતો.
WTC ફાઇનલમાં ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ઓપનિંગમાં મોરચો સંભાળ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે બંને ઓપનરોએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી અને 3 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 22 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી વિકેટ પડવાની શરૂઆત થઈ.
ભારતીય ટીમે 30 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ભારતીય કેપ્ટન રોહિત શર્માને શિકાર બનાવ્યો હતો. રોહિત 15 રને LBW આઉટ થયો હતો. આ પછી બીજી જ ઓવરમાં સ્કોટ બોલેન્ડે શુભમન ગિલને ક્લીન બોલ્ડ કર્યો હતો. ગિલ 13 રન બનાવીને આઉટ થયો હતો.
ADVERTISEMENT
Stumps on Day 2 of the #WTC23 Final!#TeamIndia 151/5 at the end of day's play and trail by 318 runs in the first innings.
Join us tomorrow for Day 3 action 👍🏻👍🏻
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/dT7aOmDMWQ
— BCCI (@BCCI) June 8, 2023
જાડેજા અને રહાણેએ ઈનિંગ્સને સંભાળી હતી
એક પછી એક વિકેટો પડવા લાગી અને ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી. ટીમે 71 રનના સ્કોર પર ચોથી વિકેટ પણ ગુમાવી હતી. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર વિરાટ કોહલી સ્લિપમાં કેચ આઉટ થયો હતો. કોહલી માત્ર 14 રન બનાવી શક્યો હતો. આ પછી ક્રિઝ પર રહેલા અજિંક્ય રહાણેએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ઈનિંગને સંભાળી હતી.
ADVERTISEMENT
જાડેજાએ અજિંક્ય રહાણે સાથે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમને 142 રન પર પાંચમો મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર જાડેજા સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. નાથન લિયોન દ્વારા તેનો શિકાર કરવામાં આવ્યો હતો. જાડેજાએ 51 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી અને તે ફિફ્ટી ચૂકી ગયો હતો. જો કે રહાણે હજુ પણ કાંગારૂ બોલરો સામે લડી રહ્યો છે.
ADVERTISEMENT
The five Indian wickets to fall were shared evenly between Australia’s five-man attack 👌
Report from another day 🇦🇺 dominated 👇#WTC23 | #AUSvIND
— ICC (@ICC) June 8, 2023
હવે રહાણે-ભરતે ત્રીજા દિવસે પોતાની તાકાત બતાવવી પડશે
WTC ફાઇનલમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 151 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 318 રનથી આગળ છે. ટીમ ઈન્ડિયા તરફથી અજિંક્ય રહાણે (29) અને કેએસ ભરત (5) અણનમ છે. હવે જો ભારતીય ટીમે આ મેચને પકડી રાખવી હશે તો રહાણે અને ભરતને મેચના ત્રીજા દિવસે મોટી ઇનિંગ્સ રમવી પડશે.
ADVERTISEMENT