WPL 2024 Auction: મિની ઓક્શનની પહેલી કરોડપતિ, ગુજરાત જાયન્ટ્સે આ ક્રિકેટરને 1 કરોડમાં ખરીદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

WPL Auction 2024: મહિલા પ્રીમિયર લીગની મિની ઓક્શનની ધમાકેદાર શરૂઆત થઈ. મુંબઈમાં ચાલી રહેલી આ હરાજીમાં પહેલી જ ખેલાડી પર 1 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ફોબી લિચફિલ્ડને (Phoebe Litchfield) ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants) 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવી હતી. ફોબીની બેસ પ્રાઈસ 30 લાખ હતી. યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે તેને ખરીદવા માટે જોરદાર સ્પર્ધા હતી. અંતે, ગુજરાત ફ્રેન્ચાઇઝીએ આ રેસ જીતી લીધી.

વિસ્ફોટક અંદાજમાં રન બનાવે છે

ફોબી લિચફિલ્ડ માત્ર 20 વર્ષની છે. તેની બેટિંગ શૈલી ઘણી આક્રમક છે. T20 ક્રિકેટમાં તે ખૂબ જ વિસ્ફોટક રીતે રન બનાવે છે. તેણે અત્યાર સુધી માત્ર 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. અહીં તેની બેટિંગ એવરેજ 49.50 અને સ્ટ્રાઈક રેટ 220 છે.

ADVERTISEMENT

એક વર્ષ પહેલાં મુંબઈમાં ડેબ્યૂ કર્યું હતું

ફોબી લેફ્ટ હેન્ડ બેટર છે. તેણે ગયા વર્ષે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. બરાબર એક વર્ષ પહેલા, 11 ડિસેમ્બરે, તેણે ભારતમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે મુંબઈનું સ્ટેડિયમ હતું અને સામે ભારતીય ટીમ હતી. હવે, 1 વર્ષ પછી, તેનું નસીબ ફરી એકવાર મુંબઈમાં ચમક્યું.

વનડેમાં પણ આ રેકોર્ડ મજબૂત છે

ફોબી લિચફિલ્ડે આ એક વર્ષમાં ODI અને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અત્યાર સુધી આ ખેલાડીએ 11 વનડે અને એક ટેસ્ટ મેચ રમી છે. ટેસ્ટમાં ફોબીની બેટિંગ એવરેજ 34.50 અને વનડેમાં તેની બેટિંગ એવરેજ 49.14 રહી છે. અત્યાર સુધીમાં તેણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. ફોબી તેના ડાબા હાથથી સ્પિન બોલિંગ પણ કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT