WI vs IND: 32 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી… વેસ્ટ ઈન્ડિઝ સામે થઈ ટીમ ઈન્ડિયાની ફજેતી, જીતેલી મેચ હાર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ત્રિનિદાદ: ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 શ્રેણીમાં હાર સાથે શરૂઆત કરી હતી. શ્રેણીની પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાઈ હતી, જે ઘણી રોમાંચક રહી હતી. મેચ છેલ્લા બોલ સુધી ચાલી હતી, જેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો 4 રને વિજય થયો હતો. ભારતીય ટીમની આ 200મી T20 મેચ હતી, પરંતુ જીત સાથે તેને યાદગાર બનાવી શકી ન હતી.

તિલક સિવાય કોઈ બેટ્સમેન ના ચાલ્યો

તમને જણાવી દઈએ કે મેચ જીતવા માટે ભારતીય ટીમ સામે 150 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 9 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા તિલક વર્માએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ તમામ નિષ્ફળ રહ્યા હતા.

ADVERTISEMENT

આ મેચમાં સૂર્યાએ 21 રન બનાવ્યા હતા. જ્યારે તેના સિવાય કોઈ બેટ્સમેન 20નો આંકડો પણ સ્પર્શી શક્યો નથી. પંડ્યાએ 19, સંજુએ 12, ગિલે 3 અને ઈશાન કિશને માત્ર 6 રન બનાવ્યા હતા. અંતે 12 બોલમાં 21 રનની જરૂર હતી. ત્યારબાદ અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે કેટલાક સારા શોટ રમીને આશા જગાવી હતી, પરંતુ વિજય સુધી પહોંચી શક્યા ન હતા.

કહેવું પડશે કે મેચ પહેલા જેની બોલિંગને નબળી માનવામાં આવી રહી હતી તે વેસ્ટ ઈન્ડિઝની ટીમે અંતમાં આખી રમત જ ફેરવી નાખી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ અને ઓબેડ મેક્કોયે 2-2 વિકેટ લીધી હતી. ત્રણેયે ચુસ્ત બોલિંગ કરી.

ADVERTISEMENT

પોવેલે વેસ્ટ ઈન્ડિઝની કમાન સંભાળી

મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી વિન્ડીઝે 6 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. એક સમયે કેરેબિયન ટીમે 14.1 ઓવરમાં 96 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમનું સંચાલન કરી રહેલા કેપ્ટન રોવમેન પોવેલ બાજી સંભાળી હતી.

ADVERTISEMENT

પોવેલે ઝડપી બેટિંગ કરી અને 32 બોલમાં 48 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમી. જ્યારે નિકોલસ પૂરને 34 બોલમાં 41 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી.

200 મેચ રમનાર ભારત બીજી ટીમ

ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની આ 200મી મેચ હતી. તે આ સિદ્ધિ મેળવનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા માત્ર પાકિસ્તાન જ 200 કે તેથી વધુ મેચ રમી શક્યું છે. પાકિસ્તાને અત્યાર સુધી (3 ઓગસ્ટ) 223 T20 મેચ રમી છે.

    follow whatsapp

    ADVERTISEMENT