T20 World Cup 2024: ભારત સહિત આ ટીમો પહોંચી સુપર 8 માં...હવે વર્લ્ડકપની રેસ બની રોમાંચક
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. 16 જૂન (રવિવારે), સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું હતું.
ADVERTISEMENT
T20 world cup 2024 super 8 schedule: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. 16 જૂન (રવિવારે), સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ હારને કારણે સ્કોટલેન્ડની ટીમ સુપર 8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડનું નસીબ ચમક્યું અને તેણે સુપર 8માં એન્ટ્રી ટિકિટ મેળવી છે.
ભારત સહિત આ સાત ટીમ સુપર 8માં પહોંચી
જો જોવામાં આવે તો અત્યાર સુધીમાં સાત ટીમો સુપર 8માં જગ્યા બનાવી ચૂકી છે. એક જગ્યા માટે બે ટીમો વચ્ચે જંગ છે. ભારત અને યુએસએ ગ્રુપ Aમાંથી ક્વોલિફાય થયા છે. ગ્રુપ બીમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સીમાંથી જગ્યા બનાવી છે. જ્યારે ગ્રુપ-ડીમાંથી દક્ષિણ આફ્રિકાએ સુપર 8માં સ્થાન મેળવ્યું છે અને એક સ્થાન નક્કી કરવાનું બાકી છે.
બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે લડાઈ
બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમો ગ્રુપ ડીમાંથી સ્થાન મેળવવા માટે લડી રહી છે. જો બાંગ્લાદેશની ટીમ નેપાળને હરાવશે તો તે સુપર 8માં પહોંચી જશે. પરંતુ જો નેપાળે બાંગ્લાદેશને હરાવ્યું જ્યારે નેધરલેન્ડે શ્રીલંકાને હરાવ્યું, તો આવી સ્થિતિમાં નેધરલેન્ડ અને બાંગ્લાદેશ બંનેના ચાર-ચાર પોઈન્ટ હશે. ત્યારબાદ નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે. અત્યારે નેટ રન રેટના મામલે બાંગ્લાદેશની ટીમ નેધરલેન્ડ કરતા આગળ છે. બાંગ્લાદેશનો નેટ રન રેટ +0.478 છે, જ્યારે ડચ ટીમનો નેટ રન રેટ -0.408 છે. બાંગ્લાદેશ-નેપાળ અને નેધરલેન્ડ-શ્રીલંકા વચ્ચે 17 જૂને મેચ રમાવાની છે. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે જે પણ ટીમ ક્વોલિફાય થશે તેણે સુપર 8 સ્ટેજમાં ભારતનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
ભારતની પ્રથમ મેચ 20મી જૂને
તમને જણાવી દઈએ કે સુપર-8 સ્ટેજમાં ભારતીય ટીમ 20 જૂને બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. 22 જૂને એન્ટિગુઆમાં તેનો સામનો બાંગ્લાદેશ/નેધરલેન્ડની ટીમોમાંથી એક સાથે થશે. ત્યારબાદ ભારતીય ટીમ 24 જૂને સેન્ટ લુસિયામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. સુપર 8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. સુપર 8માં ચાર ટીમોના બે ગ્રુપ હશે. જો બે ટીમો બંને ગ્રુપમાંથી ટોચ પર રહેશે તો તેઓ સેમિફાઈનલમાં સ્થાન મેળવી શકશે.
સુપર 8 નું ગ્રુપ
ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ/બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગ્રુપ-2: યુએસએ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ 2024 માં સુપર 8 મેચોનું શેડ્યૂલ
19 જૂન: યુએસએ VS દક્ષિણ આફ્રિકા, રાત્રે 8 વાગ્યે
20 જૂન: ઈંગ્લેન્ડ VS વેસ્ટ ઈન્ડિઝ, સવારે 6 વાગ્યે
20 જૂન: અફઘાનિસ્તાન VS ભારત, રાત્રે 8 વાગ્યે
21 જૂન: ઑસ્ટ્રેલિયા vs D2, સવારે 6 વાગ્યે
21 જૂન: ઇંગ્લેન્ડ VS દક્ષિણ આફ્રિકા, રાત્રે 8 વાગ્યે
22 જૂન: યુએસએ VS વેસ્ટ ઈન્ડિઝ, સવારે 6 વાગ્યે
22 જૂન: ભારત vs D2, રાત્રે 8 વાગ્યે
23 જૂન: અફઘાનિસ્તાન VS ઓસ્ટ્રેલિયા, સવારે 6 વાગ્યે
23 જૂન: યુએસએ VS ઈંગ્લેન્ડ, રાત્રે 8 વાગ્યે
24 જૂન: વેસ્ટ ઈન્ડિઝ VS દક્ષિણ આફ્રિકા, સવારે 6 વાગ્યે
24 જૂન: ઓસ્ટ્રેલિયા VS ભારત, રાત્રે 8 વાગ્યે
25 જૂન: અફઘાનિસ્તાન VS D2, સવારે 6 વાગ્યે
27 જૂન: સેમિફાઇનલ 1, સવારે 6 વાગ્યે
27 જૂન: સેમિફાઇનલ 2, રાત્રે 8 વાગ્યે
29 જૂન: ફાઇનલ, રાત્રે 8 વાગ્યે
(તમામ મેચનો સમય ભારતીય સમય મુજબ છે)
ADVERTISEMENT
ADVERTISEMENT