ક્રિકેટ બાદ હવે ફિલ્મોમાં પણ જોવા મળશે શુભમન ગિલનો જાદુ, ‘સ્પાઈડર-મેન’ ફિલ્મમાં આ કામ કરતો દેખાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ પોતાની કારકિર્દીના ટર્નિંગ પોઈન્ટ પર છાપ છોડતા નજર પડી રહ્યા છે. પરંતુ એક એવો ખેલાડી છે જેને રન મશીન કહેવું ખોટું નથી. શુભમન ગીલના નિરંતર પ્રદર્શનથી દરેકને આશ્ચર્ય થાય છે, યુવા બેટ્સમેને તકને બંને હાથે પકડીને વિરોધી ટીમના બોલરોને પોતાનું નામ યાદ કરાવી દીધું છે. શુભમન ગિલ IPLમાં રનનો વરસાદ કરી રહ્યો છે. ક્રિકેટમાં હીરો બન્યા બાદ ગિલ ફિલ્મી દુનિયામાં પણ પોતાનો ડંકો વગાડવા જઈ રહ્યો છે.

23 વર્ષીય શુભમન ગિલે સોની ઈન્ડિયા દ્વારા ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સલામી બેટર દિવાલ સાથે ચોંટેલી જોવા મળે છે. ઘણા લોકો તેને નીચે આવવા માટે વિનંતી કરે છે, જેના પછી શુભમન લોકોને પોતાનો નવો અવતાર બતાવે છે. વાસ્તવમાં, ગયા વર્ષે ધૂમ મચાવનાર ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ નો વે હોમ’નો આગળનો ભાગ ‘સ્પાઈડર-મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’નું ટ્રેલર ચર્ચાનો વિષય બની ગયું છે. જેનું કારણ શુભમન ગિલ છે, 23 વર્ષનો બેટર આ ફિલ્મના હિન્દી અને પંજાબી વર્ઝનમાં પોતાનો અવાજ આપી રહ્યો છે. જે પછી ચાહકો આ ફિલ્મ જોવા અને સાંભળવા આતુર છે. તે જ સમયે, ગિલ પણ તેના પ્રિય સુપરહીરો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

ADVERTISEMENT

‘સ્પાઈડર-મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’ ક્યારે રિલીઝ થશે?
હોલિવૂડની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી પૈકીની એક સ્પાઈડર મેનનો આ ભાગ 2 જૂને થિયેટરોમાં રિલીઝ થશે. ક્રિકેટ બાદ ફિલ્મી દુનિયામાં પગ મૂકનાર ગિલે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે એમ પણ કહ્યું કે, આ તેનું પ્રિય સુપરહીરો પાત્ર છે અને તે તેને જોઈને મોટો થયો છે.

ગિલે કહ્યું, ‘હું સ્પાઈડર મેન જોઈને મોટો થયો છું અને તેની સાથે સૌથી વધુ રિલેટ કરી શકું છું. સ્પાઈડર મેનનું હિન્દી વર્ઝન આપણા દેશમાં પહેલીવાર રિલીઝ થવા જઈ રહ્યું છે અને તેની સાથે હું આ ભારતીય સ્પાઈડર મેનનો અવાજ બનવા જઈ રહ્યો છું. મારા માટે પવિત્ર પ્રભાકરનો અવાજ બનવું એ મોટી વાત છે. આ આપ્યા પછી હું સુપર હ્યુમન જેવું અનુભવું છું. હું આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT