IND vs ZIM T20: સંજૂ સેમસનના ગગનચૂંબી છગ્ગોથી બોલ ખોવાઈ ગયો, ટી-20 ક્રિકેટમાં બનાવ્યો રેકોર્ડ
Sanju Samson Six: સંજુ સેમસન ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. મેદાન પર આવતાની સાથે જ તેણે ઝિમ્બાબ્વેના બોલરોની ધોલાઈ કરી દીધી હતી.
ADVERTISEMENT
Sanju Samson Six: સંજુ સેમસન ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. મેદાન પર આવતાની સાથે જ તેણે ઝિમ્બાબ્વેના બોલરોની ધોલાઈ કરી દીધી હતી. આ દરમિયાન તેણે એટલી લાંબી સિક્સ ફટકારી કે દર્શકો જોતા જ રહી ગયા. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને અભિષેક શર્માના રૂપમાં 40 રનની અંદર ત્રણ વિકેટ પડી હતી.
સીરિઝની છેલ્લી મેચમાં ચમક્યો સેમસન
આ પછી સંજુ સેમસન ક્રિઝ પર આવ્યો, જેને આ આખી સિરીઝમાં ત્રીજી મેચ રમવાની તક મળી. ચોથી મેચમાં જયસ્વાલ અને ગિલ એકસાથે મેચ પુરી કરી હતી, તેથી તેને બેટિંગ કરવાની તક મળી ન હતી, જ્યારે ત્રીજી ટી-20માં તે 12 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ પાંચમી ટી-20 મેચમાં તેણે બેટિંગથી તોફાન લાવી દીધું હતું. પોતાની ઈનિંગ્સ દરમિયાન સંજૂ સેમસને ગગનચૂંબી છગ્ગો માર્યો હતો જે બધા જોતા રહી ગયા હતા.
સેમસન બોલને છત પર પહોંચાડી દીધો
બ્રેન્ડન માવુતાની 12મી ઓવરની વાત છે. સેમસને તેની ઓવરના ત્રીજા બોલ પર જોરદાર શોટ માર્યો હતો. બોલ છત પર જઈને પડ્યો હતો. તેના છગ્ગાની લંબાઈ 110 મીટર હતી. જોકે, આ પછી બોલ પાછો આવ્યો ન હતો અને અમ્પાયરને બીજો બોલ લેવાની જરૂર પડી હતી. આ સિક્સર સાથે તેણે T20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે T20 ક્રિકેટમાં 300 છગ્ગા પૂરા કર્યા છે.
ADVERTISEMENT
39 બોલમાં સેમસનની ફિફ્ટી
110 મીટર લાંબી સિક્સ ફટકારીને હલચલ મચાવ્યા પછી પણ સેમસન રોકાયો નહીં અને પછીના બોલ પર લોંગ ઓફ તરફ બીજી સિક્સ ફટકારી. સેમસને 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે એક ચોગ્ગો અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ADVERTISEMENT