ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 6 ડિસેમ્બરની તારીખ, એક કે બે નહીં 5 સ્ટાર ખેલાડીઓનો એક સાથે જન્મદિવસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આજે સાઉથ આફ્રિકા માટે રવાના થયા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવાર 10 ડિસેમ્બરના રોજ ત્રણ મેચની ટી 20 સિરીઝ રમાશે. ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. આ વચ્ચે આ સિરીઝમાં સામેલ ત્રણ ખેલાડીઓ આજે પોત-પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યરની. આ ત્રણેય ખેલાડીઓનો આજે જન્મદિવસ છે. આ ત્રણ ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમની મહત્વની કડી છે, હવે આ ત્રણેય ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામે રમતા જોવા મળશે.

રવિન્દ્ર જાડેજા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનો આજે 35મો જન્મદિવસ છે. રવિન્દ્ર જાડેજા પોતાની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગથી મેચને પલટી નાખે છે. જાડેજાએ ઘણી વખત ટીમ ઈન્ડિયાને એકલા હાથે મેચ જીતાડી છે. રવિન્દ્ર જાડેજા IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. રવિન્દ્ર જાડેજાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 હજારથી વધુ રન અને 546થી વધુ વિકેટ છે.

જસપ્રીત બુમરાહ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહ્યા છે. બુમરાહ પણ હવે સાઉથ આફ્રિકા સામે રમતા જોવા મળશે. બુમરાહે વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. ઈજામાંથી સાજા થયા બાદ જસપ્રીત બુમરાહે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં શાનદાર વાપસી કરી હતી. આ વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન ખૂબ જ પ્રશંસનીય હતું.

ADVERTISEMENT

શ્રેયસ અય્યર

ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ બેટ્સમેન શ્રેયસ અય્યરનો આજે 29મો જન્મદિવસ છે. શ્રેયસ અય્યર જેટલી શાનદાર બેટિંગ કરે છે, એટલી જ કમામની તેમની ફિલ્ડિંગ છે. વર્લ્ડ કપમાં શ્રેયસ અય્યરનું પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું હતું. હવે શ્રેયસ અય્યર પણ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે.

આરપી સિંહ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ પણ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વર્ષ 2007 T20 વર્લ્ડ કપમાં આરપી સિંહ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. તેમણે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. આરપી સિંહે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ રમી છે.

ADVERTISEMENT

કરુણ નાયર

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કરુણ નાયર પણ આજે પોતાનો 32મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ત્રેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ કરુણ નાયરના નામે છે. જોકે, કરુણ નાયરને ટીમમાં ઘણી મેચ રમવાની તક મળી નથી. તેમણે ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ અને 2 ODI મેચ રમી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT