IPL 2024: Hardik Pandya પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છીનવાઈ જશે! પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો દાવો

ADVERTISEMENT

Mumbai Indians
રોહિત શર્મા ફરી MI નો કેપ્ટન બનશે
social share
google news

IPL 2024 Mumbai Indians Captain: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે IPL 2024ની શરૂઆત સારી રહી નથી. રોહિત શર્માને  (Rohit Sharma) બદલીને નવો કેપ્ટન બનાવવામાં આવેલા હાર્દિક પંડ્યાના (Hardik Pandya) નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવતા તેના ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મેચ દરમિયાન દર્શકો સતત પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટરે એક મોટો દાવો કર્યો છે કે, આગામી મેચ પહેલા જ હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવશે અને રોહિત શર્માને ફરીથી મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં તેમની આગામી મેચ 07 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

રોહિત શર્મા ફરી MI નો કેપ્ટન બનશે

પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ (Manoj Tiwari) મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ મેચ બાદ ચર્ચા દરમિયાન કહ્યું કે, રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે. તિવારીએ ક્રિકબઝ પર વીરેન્દ્ર સેહવાગ સાથેની વાતચીત દરમિયાન કહ્યું, “હું બહુ મોટી વાત કહેવા જઈ રહ્યો છું. મુંબઈ ઈન્ડિયન્સને છ દિવસનો બ્રેક મળ્યો છે. આગામી મેચ પહેલા એવું પણ બની શકે છે કે આ છ દિવસમાં હાર્દિક પંડ્યા તેની કેપ્ટનશિપ ગુમાવી શકે છે. હાર્દિકે કેપ્ટનશિપમાં ભૂલો કરી છે અને તે દેખાઈ પણ રહી છે. બોલરોમાં ફેરફાર હોય કે બેટિંગ ક્રમમાં ફેરફાર ઘણી બધી ભૂલ થઈ છે તેના કારણે તે કેપ્ટનશીપ ગુમાવી શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, “મુંબઈની કેપ્ટનશીપ રોહિત શર્માને પરત સોંપવામાં આવી શકે છે. મને લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સના માલિક આ નિર્ણય લેવામાં આચકાશે નહીં. કેપ્ટન બદલવો એ એક મોટો નિર્ણય હોય શકે છે.

IPL 2024: ફેન્સનું વધ્યું ટેન્શન, મેચ બાદ લંગડાતા જોવા મળ્યા ધોની; CSK એ શેર કર્યું Video

હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી 

મેદાનની બહાર પણ હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. જ્યારે પણ તે મેદાન પર આવે છે ત્યારે તેની ખૂબ જ બબાલ થાય છે. આ સિવાય હાર્દિકને સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પંડ્યાને અમદાવાદ, હૈદરાબાદ અને આશ્ચર્યજનક રીતે મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યા સાથે થઈ રહેલા આ વર્તનને કારણે પૂર્વ કેપ્ટન રોહિતે ચાહકોને હાર્દિક વિરુદ્ધ નારા ન લાગવાની અપીલ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT