IPL 2024: ફાઈનલમાં પહોંચતા KKRનું જોરદાર સેલિબ્રેશન, નારાયણ-રસેલનો ડાંસ કરતો વીડિયો વાઈરલ
Sunil Narine and Andre Russell dancing: IPL 2024 પ્લેઓફ ક્વોલિફાયર 1 કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સરળતાથી જીત મેળવી. આ જીત બાદ કોલકાતા IPL 2024ની ફાઈનલ મેચ રમનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
ADVERTISEMENT
Sunil Narine and Andre Russell dancing: IPL 2024 પ્લેઓફ ક્વોલિફાયર 1 કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સરળતાથી જીત મેળવી. આ જીત બાદ કોલકાતા IPL 2024ની ફાઈનલ મેચ રમનારી પ્રથમ ટીમ બની ગઈ છે. વર્ષ 2021 બાદ કોલકાતા ફરી એકવાર ફાઈનલ મેચ રમશે. આ જીતમાં મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ ધ મેચ બન્યો. આ બાદ સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને કોલકાતાની જીત પર ડિસ્કોમાં ડાન્સ કરતા જોવા મળે છે.
નારાયણ-રસેલ ડિસ્કોમાં ડાન્સ કરતા હતા
કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન પોતાના બાળકો સાથે સ્ટેડિયમમાં જઈને દર્શકોનો આભાર માન્યો હતો. જ્યારે નાઈટ રાઈડર્સના સ્ટાર ખેલાડીઓ આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણે ડિસ્કો કરીને ઉજવણી કરી હતી. મેચ બાદ મંગળવારે રાત્રે નારાયણ અને રસેલ ડિસ્કોથેકમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
IPL 2024 સુનીલ નારાયણનું પ્રદર્શન
સુનીલ નારાયણ કોલકાતા નાઈટ રાઈડર્સનો બોલર છે. પણ ટીમ માટે ઓપનિંગ કરે છે. આ સિઝનમાં તેના બેટ અને બોલ બંનેએ સારું પ્રદર્શન કર્યું છે. સુનીલ નારાયણે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી છે. આ 13 મેચોમાં તેણે 165.55ની સ્ટ્રાઈક રેટથી 482 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદી અને એક સદી સામેલ છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 50 ફોર અને 32 સિક્સર ફટકારી છે. બોલિંગમાં, સુનીલ નારાયણે 14 મેચમાં 6.90ની ઇકોનોમીથી 352 રન આપીને 16 વિકેટ લીધી છે.
ADVERTISEMENT
IPL 2024 આન્દ્રે રસેલનું પ્રદર્શન
કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે પણ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આન્દ્રે રસેલે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચમાં બેટિંગ કરી છે. આ 13 મેચોમાં તેણે 185ના સ્ટ્રાઈક રેટથી 222 રન બનાવ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી રસેલે માત્ર અડધી સદી ફટકારી છે. આન્દ્રે રસેલે 14 મેચમાં બોલિંગ કરી છે. આ 14 મેચોમાં તેણે 10.29ની ઈકોનોમીથી 276 રન આપીને 16 વિકેટ લીધી છે.
ADVERTISEMENT