વિરાટ કોહલીનું IPL જીતવાનું સપનું ફરી તૂટતા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે RCB છોડીને આ ટીમમાં જવાની સલાહ આપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાત ટાઇટન્સ (GT ​​vs RCB) સામે હાર્યા બાદ બેંગ્લોરની ટીમ IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. ફરી એકવાર વિરાટ કોહલીનું IPL ટાઈટલ જીતવાનું સપનું પ્લેઓફમાંથી બહાર રહેવાને કારણે તૂટી ગયું, છેલ્લા 15 વર્ષથી કોહલીની ટીમ એટલે કે RCB આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. હવે ફરી એકવાર RCB અને વિરાટનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેવિન પીટરસને એક ખાસ ટ્વીટ કર્યું છે જેની ચર્ચા થઈ રહી છે.

કોહલીને નવી ટીમમાં જવા સલાહ
પીટરસને ફરી એકવાર ટ્વિટ કરીને કોહલીને સલાહ આપી છે. પીટરસને ટ્વીટ કરીને લખ્યું, ‘હવે સમય આવી ગયો છે કે વિરાટ RCB છોડીને કેપિટલ ટીમમાં જાય.’ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ અને કોમેન્ટેટર પીટરસનનું આ ટ્વીટ વાયરલ થયું છે. તેના પર ચાહકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. પીટરસન કોહલીને અહીં દિલ્હી કેપિટલ્સમાં જવા માટે સલાહ આપી રહ્યો છે. કારણ કે વિરાટ કોહલી પોતે પણ દિલ્હીનો છે અને ક્રિકેટ કરિયરની શરૂઆત પણ તેણે દિલ્હીથી જ કરી હતી. ત્યારે કેટલાક ફેન્સ પણ પીટરસનને જણાવી રહ્યા છે કે કોહલી RCBને ક્યારેય નહીં છોડે.

ADVERTISEMENT

IPLમાં કોહલીએ 2 સદી ફટકારી
IPLમાં આ વખતે પણ આરસીબીની ટીમ ટાઈટલ જીતી શકી નથી, પરંતુ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિઝનમાં કોહલીએ 2 સદી ફટકારી હતી અને કુલ 639 રન બનાવ્યા હતા. કોહલીએ 53.25ની એવરેજથી 639 રન બનાવ્યા જેમાં 2 સદી અને 6 અડધી સદી સામેલ છે. વિરાટ IPLના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો છે. કોહલીએ હવે IPLમાં કુલ 7 સદી ફટકારી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે આ સિવાય કોહલી IPLમાં સતત 2 મેચમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન પણ બન્યો છે. કોહલીએ આ સિઝનમાં જે રીતે બેટિંગ કરી તે જોઈને ચાહકોને 2016ની આઈપીએલ સિઝન યાદ આવી ગઈ. તે IPL સિઝનમાં, કોહલીએ 4 સદી ફટકારી હતી અને સાથે જ કુલ 973 રન બનાવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT