IPL 2024 Auction List: IPL હરાજીમાં 333 ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ તમામ પ્લેયર્સનું લિસ્ટ
IPL 2024 Auction List: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે વિદેશમાં…
ADVERTISEMENT
IPL 2024 Auction List: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે વિદેશમાં હરાજી થશે. IPL ગવર્નિંગ કાઉન્સિલે હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે.
કેટલા વાગ્યાથી થશે હરાજી?
આ વખતે આ મિની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય છે, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે. ઉપરાંત, આ યાદીમાં 111 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ છે.
હરાજી માટેની યાદીમાં બે સહયોગી દેશોના ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે IPL 2024 માટે તમામ 10 ટીમોમાં કુલ 77 ખેલાડીઓ જ છે. મતલબ કે શોર્ટલિસ્ટ કરાયેલા 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓ જ વેચાઈ શકશે.
ADVERTISEMENT
કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી?
ટીમ | વર્તમાન ખેલાડીઓ | પર્સમાં બાકી પૈસા |
કેટલી ખેલાડી ખરીદી શકે?
|
ગુજરાત ટાઇટન્સ (GT) | 17 | 38.15 કરોડ | 8 |
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) | 19 | 34 કરોડ | 6 |
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) | 13 | 32.7 કરોડ | 12 |
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) | 19 | 31.4 કરોડ | 6 |
પંજાબ કિંગ્સ (PBKS) | 17 | 29.1 કરોડ | 8 |
દિલ્હી કેપિટલ્સ (DC) | 16 | 28.95 કરોડ | 9 |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) | 19 | 23.25 કરોડ | 6 |
મુંબઈ ઈન્ડિયન્સ (MI) | 17 | 17.75 કરોડ | 8 |
રાજસ્થાન રોયલ્સ (RR) | 17 | 14.5 કરોડ | 8 |
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) | 19 | 13.15 કરોડ | 6 |
23 ખેલાડીઓની બેસ પ્રાઈસ 2 કરોડથી વધુ
IPL દ્વારા જાહેર કરાયેલા ખેલાડીઓની યાદીમાં એવા 23 ખેલાડીઓ છે જેમની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. જ્યારે 13 ખેલાડીઓની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય 1 કરોડ, 50 લાખ, 75 લાખ, 40 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે.
ગુજરાતની ટીમના પર્સમાં સૌથી વધુ પૈસા
તમને જણાવી દઈએ કે હવે ગુજરાત ટાઇટન્સના પર્સમાં સૌથી વધુ 38.15 કરોડ રૂપિયા બાકી છે. એટલે કે આ ટીમ હરાજીમાં સૌથી વધુ પૈસા ખર્ચી શકે છે. જ્યારે હવે તેને માત્ર 8 ખેલાડીઓ ખરીદવાના છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસે તેમના પર્સમાં સૌથી ઓછા 13.15 કરોડ રૂપિયા બાકી છે. કેએલ રાહુલની કપ્તાનીવાળી આ ટીમે હવે 6 વધુ ખેલાડીઓ ખરીદવા પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT