IPL 2024, PBKS vs DC Live Score: સેમ કરન-લિવિંગસ્ટોને પલટી નાખી મેચ, દિલ્હી સામે પંજાબ કિંગ્સની 4 વિકેટે જીત
Punjab kings vs Delhi Capitals, IPL 2024 LIVE Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે.
ADVERTISEMENT
Punjab kings vs Delhi Capitals, IPL 2024 LIVE Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. મેચમાં ટોસ જીતીને પંજાબ કિંગ્સે પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો છે. આ મેચમાં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળી રહ્યો છે, જ્યારે ધવનના હાથમાં પંજાબ કિંગ્સના કેપ્ટનશીપ છે.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 07:20 PM • 23 Mar 2024પંજાબ કિંગ્સની દિલ્હી સામે 4 વિકેટે જીત
પંજાબ કિંગ્સે જીત સાથે IPLની 17મી સીઝનનો પ્રારંભ કર્યો. દિલ્હીએ આપેલા 175 રનના ટાર્ગેટને 6 વિકેટ ગુમાવીને 19.2 ઓવરમાં હાંસેલ કરી ટીમે જીત મેળવી હતી. ટીમ માટે સેમ કરને સૌથી વધુ 47 બોલમાં 63 રનની ઈનિંગ્સ રમી હતી.
- 06:28 PM • 23 Mar 2024પંજાબનો સ્કોર 10 ઓવરમાં 3 વિકેટે 87 રન
પંજાબ કિંગ્સે 10 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 87 રન બનાવ્યા. ટીમને હવે જીતવા માટે 60 બોલમાં 88 રનની જરૂર છે.
- 05:55 PM • 23 Mar 2024પંજાબ કિંગ્સના બંને ઓપનર્સ આઉટ
પંજાબ કિંગ્સને સારી શરૂઆત બાદ ઈશાંત શર્માની એક જ ઓવરમાં ડબલ ઝટકા લાગ્યા હતા. શિખર ધવન 22 રન બનાવીને ઈશાંતની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ બાદ જોની બેરસ્ટો પણ રન આઉટ થયો હતો.
- 05:18 PM • 23 Mar 2024દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 174 રન બનાવ્યા
દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરના અંત 8 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા છે. પંજાબની ટીમને જીત માટે 175 રનનો ટાર્ગેટ મળ્યો છે. મેચમાં હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહને 2-2 વિકેટ મળી હતી. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં અભિષેક પોરેલે 25 રન બનાવ્યા હતા. પોરેલે 10 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા.
- 04:51 PM • 23 Mar 2024દિલ્હીની 6 વિકેટ પડી, સ્ટબ્સ 6 રનમાં આઉટ
ટ્રિસ્ટન સ્ટબ્સ 8 બોલમાં 5 રન બનાવીને આઉટ. રાહુલ ચહરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.
- 04:40 PM • 23 Mar 2024દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી
દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ આઉટ થઈ ગઈ છે. રિકી ભુઈ 7 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. 14 ઓવરના અંતે ટીમનો સ્કોર 117 રને પહોંચ્યો છે.
- 04:32 PM • 23 Mar 2024દિલ્હીની ચોથી વિકેટ પડી, પંત 18 રનમાં આઉટ
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત 18 રન બનાવીને આઉટ થઈ ગયો છે. હર્ષલ પટેલે પંતની વિકેટ ઝડપી હતી. જ્યારે આ પહેલા શાઈ હોપ કગિસો રબાડાની ઓવરમાં આઉટ થયો હતો.
- 04:08 PM • 23 Mar 2024ડેવિડ વોર્નર 29 રને આઉટ
દિલ્હી કેપિટલ્સ માટે સારી શરૂઆત બાદ ડેવિડ વોર્નર આઉટ થઈ ગયો છે. વોર્નરે 21 બોલમાં 29 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલની બોલિંગમાં બાઉન્સર બોલ પર શોટ રમવા જતા વોર્નરને કેચ આઉટ થયો હતો.
- 03:47 PM • 23 Mar 2024દિલ્હી કેપિટલ્સને લાગ્યો પહેલો ઝટકો, મિશેલ માર્શ આઉટ
વિસ્ફોટક શરૂઆત બાદ મિચેલ માર્શ 12 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો. માર્શને અર્શદીપ સિંહે પોતાનો શિકાર બનાવ્યો હતો.
- 03:44 PM • 23 Mar 2024દિલ્હીની ટીમની વિસ્ફોટક શરૂઆત
દિલ્હી માટે મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે વિસ્ફોટક શરૂઆત કરી હતી. 3 ઓવરમાં જ ટીમનો સ્કોર 0 વિકેટે 33 રને પહોંચી ગયો છે.
- 03:18 PM • 23 Mar 2024બંને ટીમોની પ્લેઈંગ-11માં કોને મળ્યું સ્થાન?
દિલ્હી કેપિટલ્સ તરફથી પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, શાઈ હોપ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા.
પંજાબ કિંગ્સના સંભવિત પ્લેઈંગ-11: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, શશાંક સિંહ.
- 03:16 PM • 23 Mar 2024454 દિવસ બાદ પંત IPL રમશે
આ મેચમાં તમામની નજર દિલ્હીના કેપ્ટન ઋષભ પંત પર છે જે 454 દિવસ બાદ મેદાન પર પરત ફરી રહ્યો છે. પંત, જે ડિસેમ્બર 2022 માં એક ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયો હતો, તેણે ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાના કારણે સ્વસ્થ થઈ ગયો છે. તેને બેટ્સમેન અને વિકેટકીપર તરીકે રમવાની પરવાનગી મળી ગઈ છે. IPLમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો 32 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન બંનેએ 16-16 મેચ જીતી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT