IPL 2024માં થશે મોટા ફેરફારો, દિલ્હી કેપિટલ્સ સહિત 5 ટીમોના બદલાશે કેપ્ટન!

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL 2024ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. IPLની સૌથી મોટી સુંદરતા એ છે કે કોઈ પણ ખેલાડી કાયમ માટે કોઈ પણ ટીમનો ભાગ હોતો નથી. દરેક IPLની સિઝનમાં ઘણી ટીમોના કેપ્ટન બદલાય છે, ઘણા ખેલાડીઓ બદલાય છે અને ક્યારેક-ક્યારેક તો આખી ટીમ પણ બદલાઈ જાય છે. આગામી IPL સિઝનમાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. IPLની આ સિઝનમાં 5 ટીમોના કેપ્ટન બદલવાની શક્યતા છે.

ઋષભ પંત સંભાળશે દિલ્હીની કેપ્ટનશિપ

એક રિપોર્ટ અનુસાર, ઋષભ પંત કાર અકસ્માતને કારણે ગત IPL સિઝન રમી શક્યા ન હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સિઝનમાં ઋષભ પંત વાપસી કરવા માટે તૈયાર છે, આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સના વર્તમાન કેપ્ટન ડેવિડ વોર્નરની જગ્યાએ એકવાર ઋષભ પંત કેપ્ટનશિપ કરતા જોવા મળશે.

કોલકાતા નાઈટ રાઈડર્સના પણ બદલાઈ શકે છે કેપ્ટન

કોલકાતા નાઈટ રાઈડર્સના વર્તમાન કેપ્ટન નીતિશ રાણા છે, પરંતુ હવે શ્રેયસ અય્યર સ્વસ્થ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર ફરી એકવાર કોલકાતાની કેપ્ટનશિપ કરતા જોવા મળશે. ગત સિઝનમાં એડન માર્કરામ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન હતા, પરંતુ જો તેઓ આ સિઝનમાં નહીં હોય તો કોને કેપ્ટનશિપ આપવામાં આવશે તે જોવું રહ્યું.

ADVERTISEMENT

મુંબઈના બદલાઈ શકે છે કેપ્ટન

આ સિવાય IPL 2024 પહેલાના રિપોર્ટ અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પણ બદલાશે અને આ જવાબદારી રોહિત શર્મા પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવશે. જો હાર્દિક પંડ્યા જશે તો ગુજરાત ટાઈટન્સની ટીમના કેપ્ટન પણ બદલાઈ જશે. આ સાથે આઈપીએલની આગામી સિઝન વધુ રોમાંચક બનવા જઈ રહી છે. ચાહકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT