PBKS vs RCB: ચાલુ મેચમાં મેદાન પર Kohli-Maxwell રોક, પેપર, સીઝર્સ રમવા લાગ્યા, VIDEO વાઈરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL 2023:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચ 24 રને જીતી લીધી. આ જીત સાથે હવે RCBની ટીમે 6 મેચમાંથી 3 જીત હાંસલ કરી છે. મેચ દરમિયાન ડીઆરએસના નિર્ણયના સમયે, વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રોક, પેપર અને સીઝર રમતા જોવા મળ્યા હતા.

https://twitter.com/pradeep_k_04/status/1649088124805599233

જ્યારે પંજાબ કિંગ્સની ટીમ 175 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે અમ્પાયરે તેમની ઇનિંગ દરમિયાન હર્ષલ પટેલના એક બોલ પર જીતેશ શર્માને LBW આઉટ આપ્યો હતો. આ પછી જિતેશે ડીઆરએસ લેવાનું નક્કી કર્યું. આ દરમિયાન જ્યાં બધાની નજર થર્ડ અમ્પાયરના નિર્ણય પર હતી, તે જ સમયે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ રોક, પેપર સીઝર રમતા જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

આ વીડિયો સામે આવ્યા બાદ ગ્લેન મેક્સવેલે પણ મેચ બાદ સોશિયલ મીડિયા પર જવાબ આપવામાં મોડું ન કર્યું અને કહ્યું કે, ખોટું અનુમાન લગાવતો વિરાટ, હંમેશા પેપર પસંદ કરે છે.

ADVERTISEMENT

ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ વિરાટ કોહલીને આ મેચમાં RCB ટીમની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. ફરી એકવાર આ જવાબદારી નિભાવતી વખતે જ્યાં વિરાટ કોહલીએ બેટ વડે 59 રનની શાનદાર ઈનિંગ રમી, ત્યાં તે DRS લેવાના મામલે પણ ઘણો સારો સાબિત થયો. પંજાબની ઇનિંગ્સ દરમિયાન કોહલીએ કુલ 4 વખત DRS લેવાનું નક્કી કર્યું, જેમાં 2 આઉટ હતા અને બંને સંપૂર્ણ રીતે સાચા સાબિત થયા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT