ભારતનો પાકિસ્તાની ટીમ સામે શરમજનક પરાજય, તમામ ખેલાડીઓનો ધબડકો

ADVERTISEMENT

Emerging asia cup
Emerging asia cup
social share
google news

કોલંબો : ભારતનું ઇમર્જિંગ એશિયા કપ 2023 જીતવાનું સપનું રોળાઇ ગયું છે. ભારતીય ટીમનો પાકિસ્તાન સામે 128 રનથી પરાજય થયો છે. પાકિસ્તાને આ ખિતાબ પર કબજો કર્યો હતો. કોલંબો ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં પાકિસ્તાને 353 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. જો કે ભારતીય ટીમ 40 ઓવરમાં માત્ર 224 રન જ બનાવી શકી હતી. જેના પગલે 128 રનના વિશાળ માર્જિનથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્માએ 61 રન બનાવ્યા હતા. કેપ્ટન યસ ધુલેએ 39 રન બનાવ્યા હતા. સાંઇ સુદર્શને 29 બનાવ્યા હતા. આ ત્રણ ખેલાડીઓ સિવાયના તમામ ખેલાડીઓ નાનો મોટો સ્કોર બનાવીને ચાલતી પકડી હતી. પાકિસ્તાની બોલરોની આક્રમક બોલિંગ સામે એક પણ ખેલાડી ટકી શક્યો નહોતો. પાકિસ્તાન તરફતી સૂફિયાન મુકિને 3, અરસદ ઇકબાલ અને મુબાસીર ખાને 2-2 વિકેટો ઝડપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 352 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પાકિસ્તાની ટીમ તરફથી તૈયબ તાહિરે 71 બોલમાં 108 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટાકાર્યા હતા. પરિણામે ભારતીય ટીમને ખુબ જ વિશાળ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે સ્કોરને ભારતીય ટીમ પાર કરી શકી નહોતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT