IND vs SA T20: બીજી મેચમાં પણ નડ્યું વરસાદનું વિધ્ન, હવે 15 ઓવરમાં સાઉથ આફ્રિકાને મળ્યો 152નો ટાર્ગેટ
India vs South Africa, IND vs SA T20I: ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ…
ADVERTISEMENT
India vs South Africa, IND vs SA T20I: ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ટોસ વિના રદ્દ કરવામાં આવી હતી.
આફ્રિકાને 15 ઓવરમાં 152નો ટાર્ગેટ
પરંતુ બીજી મેચ આજે પોર્ટ એલિઝાબેથમાં રમાઈ રહી છે. આ બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. મેચ ટૂંક સમયમાં શરૂ થશે. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ટીમ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો છે.
રિંકુ સિંહની ટી-20માં પ્રથમ અડધી સદી
વરસાદના કારણે મેચ બંધ થઈ ત્યાં સુધીમાં ભારતીય ટીમે 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવી લીધા હતા. રિંકુ સિંહે 39 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 56 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. રિંકુએ 30 બોલમાં પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવની પણ અડધી સદી
જ્યારે સૂર્યાએ મેચમાં 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. સૂર્યાએ પોતાની ઇનિંગમાં 3 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. જ્યારે રિંકુએ 2 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. સૂર્યાએ રિંકુ સિંહ સાથે મળીને ચોથી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 3 વિકેટ લીધી છે.
આ સિવાય તિલક વર્માએ 20 બોલમાં 29 અને રવિન્દ્ર જાડેજાએ 14 બોલમાં 19 રન બનાવ્યા હતા. ભારત તરફથી બંને ઓપનર યશસ્વી અને શુભમન ગિલ 0 રને આઉટ થઈ ગયા હતા. સાઉથ આફ્રિકા માટે ગેરાલ્ડ કોત્ઝીએ 3.3 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT