IND vs PAK મેચમાં કોમેન્ટ્રી બોક્સમાં ગંભીર અને કૈફ વચ્ચે કયા ખેલાડીને લઈને બબાલ થઈ ગઈ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Asia Cup 2023 India vs Pakistan: શનિવારે 2 સપ્ટેમ્બરના રોજ Asia Cup 2023ની સૌથી વધુ હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટની આ શાનદાર મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ટીમ ઈન્ડિયાએ 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા. પરંતુ વરસાદને કારણે બીજી ઇનિંગની રમત શરૂ થઈ શકી ન હતી. જોકે આ મેચ દરમિયાન ઘણી એવી વસ્તુઓ જોવા મળી હતી જેની કોઈ ક્રિકેટ ફેન્સ કલ્પના પણ ન કરી શકે. આ મેચમાં પણ કોમેન્ટ્રી દરમિયાન આવી જ એક ઘટના બની, જેને સાંભળીને બધા ચોંકી ગયા. વાસ્તવમાં વાત એમ છે કે, મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા મોહમ્મદ કૈફ અને ગૌતમ ગંભીર વચ્ચે એક ભારતીય ખેલાડીને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં શું થયું?

એશિયા કપની અંદર તાજેતરમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચમાં કોમેન્ટ્રી દરમિયાન ઘટના જોવા અને સાંભળવા મળી. જ્યારે ગૌતમ ગંભીર અને મોહમ્મદ કૈફ કોમેન્ટ્રી કરી રહ્યા હતા, તે જ સમયે ઈશાન કિશન બેટિંગ કરી રહ્યો હતો અને બંને કોમેન્ટેટર ઈશાન કિશનની ઈનિંગ્સના વખાણ કરી રહ્યા હતા.

પરંતુ આ મેચ દરમિયાન આવી ઘટના ત્યારે બની જ્યારે બંને દિગ્ગજો વચ્ચે ચર્ચા થઈ અને આ ચર્ચા સાંભળીને તમામ ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ બંને દિગ્ગજો વચ્ચેની ચર્ચાનું કારણ બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર કેએલ રાહુલ છે.

ADVERTISEMENT

જાણો સમગ્ર ઘટનાક્રમ વિશે

વાસ્તવમાં વાત એ છે કે જ્યારે ઈશાન કિશન બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સવાલ એ ઉઠ્યો હતો કે, જો કેએલ રાહુલ ફિટનેસ ટેસ્ટ પાસ કરે છે તો શું તેને ઈશાન કિશનની જગ્યાએ સામેલ કરી શકાય? મોહમ્મદ કૈફ સતત કેએલ રાહુલનું સમર્થન કરી રહ્યા હતા અને તેના અનુસાર ટીમ મેનેજમેન્ટે કેએલ રાહુલને સીધો જ ગેમ પ્લાનમાં સામેલ કરવો જોઈએ.

ગૌતમ ગંભીરે શું જવાબ આપ્યો?

આ જોઈને ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયો હતો. તેણે કહ્યું, ‘વર્લ્ડ કપ જીતવા માટે નામ મહત્વપૂર્ણ છે કે ફોર્મ?’ ગંભીરનો સવાલ સાંભળીને કૈફ સાવ ચૂપ થઈ ગયો. ગંભીરે કહ્યું કે, જો ઈશાન કિશનના સ્થાને રોહિત શર્મા અથવા વિરાટ કોહલી હોત અને તેઓએ રન બનાવ્યા હોત અને સતત 4 અડધીસદી ફટકારી હોત તો શું કૈફે કે.એલ રાહુલ માટે પણ આ જ વાત કહી હોત?

ADVERTISEMENT

કૈફે આના પર કહ્યું કે, પછી ભારતે રાહ જોવી પડશે. ત્યારે ગંભીરે જવાબ આપ્યો કે ઈશાન કિશને જે કરવું જોઈએ તે કરી રહ્યો છે. આપણે આ વાતો એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તે કેએલ રાહુલ જેટલી મેચ રમ્યો નથી. ગંભીર અને કૈફ વચ્ચેની આ ચર્ચાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ADVERTISEMENT

કેએલ રાહુલનો વનડે રેકોર્ડ

જો કે.એલ રાહુલના પ્રદર્શનની વાત કરીએ તો વનડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન ઘણું સારું છે. કેએલ રાહુલે તેની ODI કરિયરમાં અત્યાર સુધી 45.13ની એવરેજથી 1986 રન બનાવ્યા છે. આ દરમિયાન કેએલ રાહુલના બેટથી 5 સદી અને 13 અડધી સદીની ઇનિંગ્સ નીકળી છે.

    follow whatsapp

    ADVERTISEMENT