IND vs ENG: રોહિતની 'ઉતાવળ' જયસ્વાલને મોંઘી પડી, 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક ચૂક્યો

ADVERTISEMENT

ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ
IND vs ENG
social share
google news

Yashasvi Record: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે (18 ફેબ્રુઆરી) Yashasvi Jaiswal એ અદભૂત પ્રદર્શન કર્યું અને બેવડી સદી ફટકારી. યશસ્વીએ 236 બોલમાં 214 રનની અણનમ ઇનિંગ રમી હતી. યશસ્વીએ પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.

એક ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા

12 યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ રાજકોટ 2024*
12 વસીમ અકરમ વિ ઝિમ્બાબ્વે શેખુપુરા 1996
11 મેથ્યુ હેડન વિ ઝિમ્બાબ્વે પર્થ 2003
11 નાથન એસ્ટલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ ક્રાઈસ્ટચર્ચ 2002
11 બ્રેન્ડન મેક્કુલમ વિરુદ્ધ પાકિસ્તાન શારજાહ 2014
11 બ્રેન્ડન મેક્કુલમ વિ શ્રીલંકા ક્રાઈસ્ટચર્ચ 2014
11 બેન સ્ટોક્સ વિ દક્ષિણ આફ્રિકા કેપ ટાઉન 2016
11 કુસલ મેન્ડિસ વિ આયર્લેન્ડ ગાલે 2023

27 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક ચુક્યો જયસ્વાલ

યશસ્વી હવે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. યશસ્વીએ પાકિસ્તાનના વસીમ અકરમની બરાબરી કરી છે, જેણે ઓક્ટોબર 1996માં ઝિમ્બાબ્વે સામે 257 રનની ઈનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા હતા. યશસ્વી પાસે અકરમનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક હતી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તે પહેલા જ ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી.

ADVERTISEMENT


ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ

આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતે ચાર વિકેટે 430 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે અણનમ 214 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગીલે 91 રન અને સરફરાઝ ખાને 68 અણનમ રન બનાવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT