IND vs AFG 3rd T20: ધીમી શરુઆત બાદ રોહિત અને રિન્કૂની તોફાની બેટિંગ, બોલરોને ધોઈ નાખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AFG 3rd T20: ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. જેની ત્રીજી એટલે કે છેલ્લી મેચ આજે બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. હવે અફઘાન ટીમને 213 રનનો ટાર્ગેટ છે.

રોહિત શર્માની આક્રમક સદી

ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 212 રન ફટકાર્યા. કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. તે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. રિંકુએ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે 22 રનમાં 4 વિકેટ ગુમાવી

મેચમાં એક સમયે ભારતીય ટીમે 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી પહેલા બોલ પર જ પેવેલિયન પરત ફર્યો હતો. શિવમ દુબે (1) અને સંજુ સેમસન (0) થયો. પણ બાદમાં રોહિત શર્મા અને રિન્કૂ સાથે મળીને ઈનિંગ્સ સંભાળી હતી. પાંચમી વિકેટ માટે 95 બોલમાં 190 રનની પાર્ટનરશિપ કરી હતી.

ADVERTISEMENT

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી

ત્રીજી T20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમ પણ ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે.

ભારત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને આવેશ ખાન.

ADVERTISEMENT

અફઘાનિસ્તાન પ્લેઈંગ ઈલેવન

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહેમદ મલિક.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT