IND vs ENG: ‘મેદાન પર અમ્પાયર્સ ઊંઘી રહ્યા હતા,’ જાડેજાને આઉટ આપવા પર હોબાળો, ફેન્સ ભડક્યા

ADVERTISEMENT

Ravindra jadeja
Ravindra jadeja
social share
google news

Ravindra Jadeja OUT: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસ રમત રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 246 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 436 રન બનાવીને 190 રનની લીડ મેળવી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને ઈંગ્લિશ બોલરોને ધ્વસ્ત કરી દીધા. પરંતુ જાડેજાના આઉટ થવા પર મોટો વિવાદ ઉભો થયો છે.

જાડેજા આ રીતે આઉટ થયો હતો

રવિન્દ્ર જાડેજા જો રૂટના બોલને ડિફેન્ડ કરવા જતા બોલ તેના પેડ સાથે અથડાયો અને મેદાન પરના અમ્પાયરે તેને આઉટ આપ્યો. આ પછી જાડેજાએ કોઈપણ વિલંબ કર્યા વિના ડીઆરએસની માંગણી કરી. ત્રીજા અમ્પાયરે દરેક એંગલથી જોયું. અલ્ટ્રાએજમાં પણ સ્પાઈક જોવા મળી હતી. પરંતુ એ સ્પષ્ટ નહોતું થયું કે બોલ બેટ પર વાગ્યો કે પેડ પર. બોલ સ્ટમ્પના ઉપરના ભાગમાં વાગ્યો હતો. થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. જો કે શંકાનો લાભ હંમેશા બેટ્સમેનને જ જાય છે, પરંતુ જાડેજાના કિસ્સામાં થર્ડ અમ્પાયર પાસે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને બદલવા માટે કોઈ નક્કર પુરાવા નહોતા. આ કારણોસર, તેણે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલ્યો ન હતો અને આ રીતે જાડેજાની શાનદાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

ADVERTISEMENT

ચાહકો ગુસ્સે થઈ ગયા

રવિન્દ્ર જાડેજાને આઉટ આપ્યા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. સત્યપ્રકાશ નામના યુઝરે લખ્યું કે બોલ સૌથી પહેલા જાડેજાના બેટ પર વાગ્યો. પરંતુ અમ્પાયરો ઊંઘતા હતા. ખરાબ નિર્ણય. વિભવ નામના યુઝરે લખ્યું છે કે બેટ્સમેનને શંકાનો લાભ આપવામાં આવે છે તેનું શું થયું? શ્રેયા નામની ફેને લખ્યું છે કે જાડેજા કમનસીબ હતો.

ADVERTISEMENT

ADVERTISEMENT

બોલથી પણ જાડેજાની કમાલ

રવિન્દ્ર જાડેજાએ 180 બોલમાં 87 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના કારણે જ ટીમ ઈન્ડિયા 436 રનનો પહાડ જેવો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. આ પહેલા જાડેજાએ પોતાની બોલિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ માટે કેએલ રાહુલે 86 રન અને યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલે શાનદાર 44 રન બનાવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT