IND vs AUS ત્રીજી T20: ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક મેચમાં ભારતની 5 વિકેટે હાર, મેક્સવેલની વિસ્ફોક સદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાનો છેલ્લા બોલે રોમાંચક વિજય થયો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ 222 રન બનાવ્યા હતા, જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસેલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 48 બોલમાં અણનમ 104 રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે કેપ્ટન મેથ્યૂ વેડે પણ 16 બોલમાં 28 રનની ઈનિંગ્સ રમી હતી.

મેક્સવેલ ઉપરાંત ટ્રેવિસ હેડે 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ, અવેશ ખાન અને અક્ષર પટેલે 1-1 સફળતા મેળવી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સૌથી મોંઘો સાબિત થયો. તેણે તેની 4 ઓવરમાં 17ના ઈકોનોમી રેટથી 68 રન આપ્યા. અર્શદીપે પણ 44 રન આપ્યા હતા.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. આ ઇનિંગનો હીરો ઓપનર ઋતુરાજ ગાયકવાડ હતો, જેણે 52 બોલમાં તોફાની સદી ફટકારી હતી.

ADVERTISEMENT

આ મેચમાં ભારતીય ટીમે માત્ર 24 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ (6) અને ઈશાન કિશન (0) વહેલા પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે આગેવાની લીધી અને ગાયકવાડ સાથે મળીને 47 બોલમાં 57 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. સૂર્યા 29 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો.

તિલક-ગાયકવાડ વચ્ચે 141 રનની ભાગીદારી

આ પછી ગાયકવાડે ચાર્જ સંભાળ્યો અને તિલક વર્મા સાથે મળીને 59 બોલમાં 141 રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર સુધી લઈ ગયા. આ મેચમાં ગાયકવાડે 57 બોલમાં 123 રનની સૌથી વધુ અણનમ સદી રમી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં પણ આ તેની પ્રથમ સદી છે. જ્યારે તિલક વર્માએ 31 રન બનાવ્યા હતા. ગાયકવાડે પોતાની ઇનિંગમાં 7 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT