IPL 2024: હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં ‘ઘર વાપસી’, હવે આ ધાકડ બેસ્ટમેન બનશે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન

ADVERTISEMENT

gujarattak
social share
google news

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનને લઈને રવિવાર (26 નવેમ્બર)નો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. તે જ દિવસે તમામ 10 ટીમોએ તેમના ખેલાડીઓની રિટેન અને રિલીઝ લિસ્ટ જાહેર કરી. જેમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો સામે આવ્યા છે.

હાર્દિક પંડ્યાની MI ટીમમાં વાપસી

પરંતુ તેના લગભગ 2 કલાક પછી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા.ટ્રન્સફર વિંડો હેઠળ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટી ડીલ જોવા મળી. ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે તેમની જૂની મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમમાં પરત ફર્યા છે.

પહેલી સિઝનમાં ટીમને બનાવી હતી ચેમ્પિયન

મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી ડીલ દ્વારા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ગુજરાત ટાઈટન્સ 2022માં નવી ટીમ તરીકે સામેલ થઈ હતી.પછી તેણે પંડ્યાને 15 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવ્યા હતા. ત્યારે હાર્દિક પંડ્યાએ પહેલી જ સિઝનમાં ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. આ પહેલા હાર્દિક પંડ્યા માત્ર મુંબઈની ટીમ માટે જ રમતા હતા.

ADVERTISEMENT

કેમરોન ગ્રીન જોડાઈ શકે છે RCBમાં

હાર્દિક પંડ્યાની આ ટ્રેડ રૂપિયામાં થઈ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાસે હાર્દિક પંડ્યાને પરત લાવવા માટે પર્સમાં પૂરતા પૈસા પણ બચ્યા ન હતા. એટલા માટે તેઓએ તેમના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ટ્રેડ કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં કેમેરોન ગ્રીન જલ્દી જોડાય તેવી પૂરી સંભાવના છે.

ADVERTISEMENT

પંડ્યાએ રમી છે IPLની 123 મેચો

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPLમાં કુલ 123 મેચો રમી છે, તેમણે 115 ઇનિંગ્સમાં 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 10 અડધી સદી ફટકારી છે. પંડ્યાએ 81 ઇનિંગ્સમાં બોલિંગ કરી અને 53 વિકેટ લીધી છે. તેમનું બેસ્ટ પરફોર્મન્સ 17 રનમાં 3 વિકેટ રહ્યું છે.

ADVERTISEMENT

2 કલાકમાં થયો મોટો ફેરબદલ

આપને જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સ (GT)એ હાર્દિક પંડ્યાને કેપ્ટનને રિટેન કર્યા હતા. ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે તેઓ આગામી સિઝનમાં આ ટીમ સાથે રમતા જોવા મળશે. પરંતુ 2 કલાક બાદ મોટો ફેરબદલ થયો અને મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ખરીદી લીધા. ત્યારે સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ધાકડ બેસ્ટમેન શુભમન ગીલ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનશે.

    follow whatsapp

    ADVERTISEMENT