Gujarat Titansથી મોટી ભૂલ થઈ ગઈ! જે ખેલાડીને ટીમમાંથી બહાર કર્યો તેણે 41 બોલમાં સદી ફટકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Titans: IPL 2024ની હરાજી પહેલા, ફ્રેન્ચાઇઝીએ 26 નવેમ્બરના રોજ રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. આ અંતર્ગત તમામ 10 ટીમોના ખેલાડીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આમાં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી પણ સામેલ હતી. તેણે આઠ ખેલાડીઓને રિલીઝ કર્યા હતા અને તેમાંથી એક ઉર્વીલ પટેલ હતો. આ ખેલાડીએ IPL કોન્ટ્રાક્ટ પૂરો થયાના 24 કલાકની અંદર શાનદાર બેટિંગ કરીને હરાજી પહેલા તમામ ટીમોને સંદેશ મોકલ્યો છે. ગુજરાત તરફથી રમતા તેણે વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. આ ઇનિંગમાં નવ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. તે 100 રન બનાવીને અણનમ રહ્યો હતો.

લિસ્ટ-Aમાં બીજી સૌથી ઝડપી સદી

આ ઇનિંગ્સ દ્વારા, ઉર્વિલ તેની લિસ્ટ A કારકિર્દીમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો. આ રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે જેણે 2009-10માં બરોડા માટે 40 બોલમાં સદી ફટકારી હતી. પંજાબના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ 42 બોલમાં સદી ફટકારી છે. ઉર્વીલે 50 ઓવરની ક્રિકેટમાં પ્રથમ વખત સદી ફટકારી હતી. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 29 રન હતો. તેનું લિસ્ટ A ડેબ્યુ 2018માં થયું છે.

ગુજરાતે અરુણાચલને કેવી રીતે હરાવ્યું?

ઉર્વિલની વિસ્ફોટક રમતથી ગુજરાતે માત્ર 13 ઓવરમાં 160 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી બીજો સૌથી વધુ સ્કોર કરનાર સૌરવ ચૌહાણ હતો જેણે અણનમ 18 રન બનાવ્યા હતા. તેણે બે સિક્સર ફટકારી હતી. ગુજરાતે કુલ 10 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે ટીમને ત્રણ મેચમાં બીજી જીત મળી છે. તે હવે ગ્રુપ ડીના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ પહેલા અરુણાચલની ટીમ 35.1 ઓવરમાં 159 રનમાં સમેટાઈ ગઈ હતી. તેની તરફથી સૌથી વધુ રન ઓપનર સચિન શર્માએ બનાવ્યા જેણે 25 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા. ગુજરાત તરફથી જયવીર પરમારે 26 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. પિયુષ ચાવલાને પણ ત્રણ સફળતા મળી.

ADVERTISEMENT

ઉર્વિલને ગુજરાત ટાઈટન્સે 20 લાખમાં ખરીદ્યો હતો

ઉર્વિલ વિકેટકીપર બેટ્સમેન છે. IPL 2023 પહેલા હરાજીમાં તેને ગુજરાતે રૂ. 20 લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો. પરંતુ રમવાનો મોકો ન મળ્યો. ગુજરાતે વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને એકપણ IPL મેચ રમાડ્યા વિના જ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT