Shikhar Dhawan News: ભારતના સ્ટાર ક્રિકેટર શિખર ધવનના પત્ની આયેશાથી છૂટાછેડા થયા, પુત્ર જોરાવરની કસ્ટડી કોને મળી?
Shikhar Dhawan Divorce: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધવને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા…
ADVERTISEMENT
Shikhar Dhawan Divorce: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શિખર ધવન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધવને તેની પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લીધા છે. દિલ્હીના પટિયાલા હાઉસ સંકુલમાં આવેલી ફેમિલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે શિખર ધવનની પત્નીએ ધવનને તેના એકમાત્ર પુત્રથી વર્ષોથી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી.
ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં ધવન દ્વારા તેની પત્ની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા હતા. ફેમિલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ધવનની પત્નીએ કાં તો ઉપરોક્ત આરોપોનો વિરોધ કર્યો નથી અથવા પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે.
‘પત્નીએ શિખરને માનસિક ક્રૂરતાનો શિકાર બનાવ્યો’
ધવને છૂટાછેડાની અરજીમાં કહ્યું હતું કે, તેની પત્નીએ તેને માનસિક ક્રૂરતાનો શિકાર બનાવ્યો હતો. કોર્ટે ધવન દંપતીના પુત્રની કાયમી કસ્ટડી અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ધવનને વાજબી સમયગાળા માટે ભારત અને ઓસ્ટ્રેલિયામાં તેના પુત્રને મળવાનો અને તેની સાથે વીડિયો કોલ પર વાતચીત કરવાનો અધિકાર પણ આપ્યો હતો.
ADVERTISEMENT
કોર્ટે ધવનની પત્ની આયેશાને શૈક્ષણિક કેલેન્ડર દરમિયાન શાળાની રજાઓના ઓછામાં ઓછા અડધા સમયગાળા માટે ધવન અને તેના પરિવારના સભ્યો સાથે રાત્રિ રોકાણ સહિત મુલાકાતના હેતુઓ માટે બાળકને ભારત લાવવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે, અરજદાર શિખર ધવન પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેને નાગરિક અને જવાબદાર પિતા તરીકે પણ અધિકારો છે. આ ઉપરાંત, કોર્ટ બાળકના પિતા અને પરિવારની સંગતમાં રહેવાના અધિકારનું પણ ધ્યાન રાખે છે. 37 વર્ષીય શિખર ધવનને ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી નથી. હાલમાં ક્રિકેટમાં તેના માટે સમય સારો નથી ચાલી રહ્યો. તે ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ADVERTISEMENT
આ રીતે ધવન આયેશાના પ્રેમમાં પડ્યો
એવું કહેવાય છે કે શિખર ધવને આયેશાને હરભજન સિંહની ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં જોઈ હતી અને તેની તસવીર જોતા જ તે તેના પ્રેમમાં પડી ગયો હતો. આ પછી શિખરે આયેશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બંને વચ્ચે વાતચીત થઈ અને તેઓ ફેસબુક પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા. શિખર આયેશા કરતા 10 વર્ષ નાનો છે.
ADVERTISEMENT
બંનેએ 2009માં સગાઈ કરી હતી. આ પછી ધવને 2012માં આયેશા સાથે લગ્ન કર્યા. શિખરના આ પહેલા લગ્ન હતા, પરંતુ આયેશાના બીજા લગ્ન હતા. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા, જે તૂટી ગયા હતા. આયેશાને તેના પહેલા પતિથી બે દીકરીઓ છે જેનું નામ રિયા અને આલિયા છે. જેમની ઉંમર 21 અને 17 વર્ષની છે. શિખર અને આયેશાને જોરાવર નામનો પુત્ર છે.
ADVERTISEMENT