'સદી મારી છતાં ટીમમાંથી બહાર કર્યો, રોહિત-વિરાટ બની શક્તો હતો', નિવૃત્તિ બાદ Dhoni પર ભડક્યો ક્રિકેટર
Manoj Tiwary on MS Dhoni: લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી (Team India) બહાર રહ્યા બાદ મનોજ તિવારીએ (Manoj Tiwari) ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ પછી તેણે મહેન્દ્ર સિંહ ધોની (Mahendra singh Dhoni) પર સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભારતીય ટીમ માટે રમી ચૂકેલા અને બંગાળ ટીમના કેપ્ટન મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી.
નિવૃત્તિ બાદ મનોજ તિવારીએ મહેન્દ્ર સિંહ ધોની પર સવાલ ઉઠાવ્યા છે.
સાથે જ તેણે એમ પણ કહ્યું કે તે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવો હીરો બની શક્યો હોત.
Manoj Tiwary on MS Dhoni: લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી (Team India) બહાર રહ્યા બાદ મનોજ તિવારીએ (Manoj Tiwari) ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ પછી તેણે મહેન્દ્ર સિંહ ધોની (Mahendra singh Dhoni) પર સવાલો ઉઠાવ્યા છે. તેણે કેપ્ટન તરીકે ધોનીના નિર્ણયની ટીકા કરી છે. વાસ્તવમાં મનોજ તિવારીએ કહ્યું કે, સદી ફટકારવા છતાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
38 વર્ષીય મનોજ તિવારીએ કોલકાતામાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ક્લબમાં એક સન્માન સમારોહ દરમિયાન પત્રકારોને કહ્યું, 'હું મહેન્દ્ર સિંહ ધોનીને પૂછવા માંગુ છું કે 2011માં સદી ફટકાર્યા બાદ મને પ્લેઈંગ ઈલેવનમાંથી કેમ બહાર કરવામાં આવ્યો?'
'મારી પાસે રોહિત-વિરાટ બનવાની ક્ષમતા હતી'
તેણે કહ્યું, 'મારા પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા હીરો બનવાની ક્ષમતા હતી, પરંતુ હું એ બની શક્યો નહીં. આજે જ્યારે હું ટીવી પર જોઉં છું કે ઘણા લોકોને વધુ તકો મળી રહી છે ત્યારે મને દુઃખ થાય છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 104 રનની ઈનિંગ્સ રમી હતી
તિવારીએ 2011માં ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 104 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી હતી. તેણે 12 ODI મેચોમાં 287 રન બનાવ્યા હતા, તિવારીએ ટીમની પસંદગી પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
સારા પ્રદર્શન છતા ટીમમાંથી પડતો મૂકાયો
હકીકતમાં, આ શાનદાર પ્રદર્શન છતાં,MS ધોનીની કપ્તાની હેઠળની આગામી 14 મેચો માટે તેને પડતો મૂકવામાં આવ્યો હતો. તિવારીએ ત્રણ T-20 મેચોમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેણે 12 રન બનાવ્યા હતા.
મનોજ તિવારીએ દંડ ભરવો પડ્યો હતો
મનોજ તિવારીએ તાજેતરમાં 'X' પર પોસ્ટ કર્યું હતું કે રણજી ટ્રોફીને 'સમાપ્ત' કરી દેવી જોઈએ, પરંતુ તેણે આ વિષય પર વિસ્તૃત માહિતી આપી ન હતી. આ પોસ્ટ માટે તેને તેની મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મનોજ તિવારીએ ગયા વર્ષે 3 ઓગસ્ટે ક્રિકેટના દરેક ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. આ પછી, તેણે 5 દિવસ પછી જ નિવૃત્તિ પર યુ-ટર્ન લીધો, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલી સાથે ચર્ચા કર્યા પછી, મનોજે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT