Jasprit Bumrah News: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પિતા બન્યો, પત્ની સંજનાએ પુત્રને જન્મ આપ્યો
Jasprit Bumrah: ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની સંજના ગણેશને એક પુત્રને જન્મ આપ્યો છે. સંજના અને બુમરાહ…
ADVERTISEMENT
Jasprit Bumrah: ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેની પત્ની સંજના ગણેશને એક પુત્રને જન્મ આપ્યો છે. સંજના અને બુમરાહ પહેલીવાર માતા-પિતા બન્યા છે. જસપ્રિત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને પિતા બનવાની જાણકારી આપી હતી. બુમરાહ હાલમાં મુંબઈમાં છે અને નેપાળ સામેની મેચમાં રમશે નહીં. પાકિસ્તાન સામેની મેચ બાદ તે શ્રીલંકાથી ભારત પરત આવ્યો હતો. હવે તે એશિયા કપમાં સુપર ફોરની મેચો માટે શ્રીલંકા પરત જશે.
જસપ્રીતે પોસ્ટ કરીને આપી જાણકારી
બુમરાહે સોશિયલ મીડિયા પર પોતાનો, સંજના અને દીકરા અંગદના હાથની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે પુત્રનું નામ પણ જણાવ્યું. બુમરાહે પોસ્ટમાં લખ્યું કે, અમારી નાની ફેમિલી, થોડી મોટી થઈ ગઈ. અમે ખૂબ જ ખુશ છીએ, સવારે અમે પરિવારમાં દીકરાનું સ્વાગત કર્યું. અંગત જસપ્રીત બુમરાહ. અમે ખૂબ-ખૂબ ખુશ છીએ.
View this post on Instagram
ADVERTISEMENT
નોંધનીય છે કે, જસપ્રીત બુમરાહ એશિયા કપ માટે શ્રીલંકામાં હતો. જ્યાં પાકિસ્તાન સામેની પહેલી મેચ બાદ તે અંગત કારણોસર મુંબઈ પરત આવ્યો હતો. આ કારણે તે આજે નેપાળ સામે રમાનારી મેચમાં નહીં હોય. જોકે તે ફરીથી ટીમ સાથે જોડાશે અને ટૂર્નામેન્ટમાં આગળ રમતો જોવા મળશે.
ADVERTISEMENT