વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ ખાતે તેમજ વડોદરા ખાતે મહિલાઓને સંબોધિત કરશે. તો બોડેલી ખાતે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. ત્યારે હાલમાં વડોદરા ખાતે તેઓના આગમન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના આગમનને પગલે ખાસ કરીને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.