Pradosh Vrat 2024: આવતા મહિને ત્રણ એકાદશી અને ઓગસ્ટમાં ત્રણ પ્રદોષ, જાણો તારીખ અને મહત્વ

ADVERTISEMENT

Ekadashi Vrat 2024
Ekadashi Vrat 2024
social share
google news

July Ekadashi Vrat 2024: અંગ્રેજી કેલેન્ડર મુજબ, વર્ષમાં એક એવો મહિનો આવે છે જેમાં પ્રદોષનું વ્રત ત્રણ વખત અને એકાદશીનું વ્રત ત્રણ વખત કરવામાં આવે છે. આ સ્થિતિ મોટે ભાગે 31 દિવસના મહિનામાં સર્જાય છે. હિન્દી કેલેન્ડર મુજબ દર મહિનામાં માત્ર બે પ્રદોષ અને બે એકાદશી હોય છે. જેમાં એક કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની આ રીતે વર્ષમાં કુલ 24 પ્રદોષ અને 24 એકાદશી વ્રત કરવામાં આવે છે.

ત્રણ પ્રદોષ (Pradosh Vrat) અને એકાદશી (Ekadashi Vrat) 

અધિકામાસના વર્ષમાં પ્રદોષ અને એકાદશી વ્રતની સંખ્યા 24 થી વધીને 26 થઈ જાય છે. આગામી જુલાઈમાં ત્રણ એકાદશીઓ આવશે, જ્યારે ઓગસ્ટમાં ત્રણ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. ગયા વર્ષની વાત કરીએ તો જુલાઈમાં ત્રણ પ્રદોષ અને મે મહિનામાં ત્રણ એકાદશીઓ હતી. આ વર્ષે અંગ્રેજી કેલેન્ડર મુજબ જુલાઈ મહિનામાં ત્રણ એકાદશી અને ઓગસ્ટમાં ત્રણ પ્રદોષ હશે આ રીતે તેમની કુલ સંખ્યા એક વર્ષમાં 26 થશે. 

ચંદનની ખેતીથી થશે લાખોની કમાણી, છોડ તૈયાર કરવાથી લઈને વેચાણ સુધીની તમામ માહિતી જાણો

પ્રદોષ અને એકાદશી તિથિ ક્યારે?

એકાદશીમાં ભગવાન લક્ષ્મી અને વિષ્ણુ તેમજ પ્રદોષમાં ભોલેનાથની પૂજાની કરવામાં આવે છે. જો પ્રદોષની વાત કરવામાં આવે તો 1લી ઓગસ્ટ, 17મી ઓગસ્ટ અને 31મી ઓગસ્ટે આવશે.

ADVERTISEMENT

જુલાઇમાં ત્રણ એકાદશી

  • યોગિની એકાદશી 2 જુલાઈ
  • દેવશયની એકાદશી 17 જુલાઈ
  • કામિકા એકાદશી 31 જુલાઈ

    follow whatsapp

    ADVERTISEMENT