Surya Gochar 2024: આ 3 રાશિઓના જાતકો પર થશે ધોધમાર ધુંઆધાર ધનવર્ષા, સૂર્યદેવ કરશે ભાગ્યોદય!

ADVERTISEMENT

Surya Nakshatra Parivartan 2024
સૂર્યદેવ આ જાતકોને બનાવશે માલામાલ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સૂર્ય દેવને કહેવામાં આવ્યા છે ગ્રહોના રાજા

point

સૂર્ય દેવે ગુરુની મીન રાશિમાં પ્રવેશ કર્યો

point

સૂર્ય દેવે નક્ષત્ર પરિવર્તન કર્યું, આ જાતકોને થશે ફાયદો

Surya Nakshatra Parivartan 2024 : વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ સૂર્ય દેવ તેમના નક્ષત્રમાં પરિવર્તન કરે છે ત્યારે તમામ રાશિઓ પર થોડી અસર પડે છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સૂર્ય દેવે ગુરુની મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે સૂર્ય દેવે નક્ષત્ર પરિવર્તન કર્યું છે. 

સૂર્ય દેવે કર્યું નક્ષત્ર પરિવર્તન

જણાવી દઈએ કે, સૂર્ય દેવના નક્ષત્ર પરિવર્તન કરવાથી કેટલાક જાતકોનું સમાજમાં માન-સન્માન વધશે, સાથે જ ધન લાભ પણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય દેવે ગઈકાલે એટલે કે 17 માર્ચ 2024ને રવિવારે રાતે 9.05 મિનિટે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે.  આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગી જશે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે વિસ્તારથી...

આ પણ વાંચોઃ Accident News: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘુસી જતાં 3 યુવકોના મોત

મેષ રાશિ    

મેષ રાશિના જાતકો માટે સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ રહેશે. કારણ કે મેષ રાશિના જાતકો પર સૂર્ય દેવના આશીર્વાદ બન્યા રહેશે. જણાવી દઈએ કે, સૂર્ય દેવની કૃપાથી આર્થિક પક્ષ મજબૂત થશે. સાથે જ ખર્ચમાં પણ ઘટાડો છે. લેવડ-દેવડ કરનારાઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન વેપારી માટે અનુકૂળ સાબિત થશે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ કાજલ હિન્દુસ્તાનીનું પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન, પાટીદાર સમાજમાં ભારે રોષ

મિથુન રાશિ

જ્યોતિષના મતે, મિથુન રાશિના જાતકો માટે સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સૂર્યદેવની કૃપાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. સાથે જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બગડેલા કામ પૂરા થશે. સાથે જ સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. જેઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે.

ધન રાશિ

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. જે લોકો નવું ઘર-મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમની ઈચ્છાઓ બહુ જલ્દી પૂરી થશે. સાથે જ સૂર્યદેવના આશીર્વાદથી તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. નોકરીયાત લોકોને તેમની ઈચ્છા મુજબ નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

ADVERTISEMENT

નોંધઃ અહીં અપાયેલી જાણકારી જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે, અમે તેની પુષ્ટિ કરતા નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT