Makar Sankranti 2024: 77 વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે ખૂબ જ શુભ યોગ, મળશે સૂર્યદેવના આશીર્વાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Makar Sankranti 2024 Date Time And Shubh Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક ચોક્કસ સમયગાળા પછી એક રાશિમાંથી બીજી રાશિમાં ચાલ્યા જાય છે. સૂર્યદેવના એક રાશિમાંથી બીજીમાં જવાને જ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે સૂર્યદેવ 15 જાન્યુઆરીએ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં જવાના છે. તો સૂર્યદેવના આ રાશિ પરિવર્તનને મકર રાશિ સાથે જોડીને મકરસંક્રાતિ કહેવામાં આવશે. કારણ કે સૂર્યદેવ જે પણ રાશિમાં જાય છે, તે સંક્રાંતિને જ્યોતિષમાં તે રાશિનું નામ આપવામાં આવે છે.

15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ

14 જાન્યુઆરીની મધ્યરાત્રિ પછી સૂર્યદેવ 02:42 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષનું માનીએ તો આ સમય ઉદયતિથિના હિસાબથી 15 જાન્યુઆરીએ આવી રહ્યો છે. એટલા માટે આ વર્ષે 15 જાન્યુઆરીએ જ મકરસંક્રાંતિ મનાવવામાં આવશે. તો મકર સંક્રાંતિ આ વર્ષે ખૂબ જ ખાસ રહેવાની છે. કારણ કે પંચાગ અનુસાર, આ વખતે મકરસંક્રાંતિના દિવસે વરિયાણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે અને આ યોગ મકરસંક્રાંતિના દિવસે આ વખતે 77 વર્ષ પછી બની રહ્યો છે.

ખરમાસ પણ સમાપ્ત થઈ જશે

આ વર્ષે મકરસંક્રાંતિ સોમવારે છે, જે પોતાનામાં ખૂબ જ ખાસ છે. પાંચ વર્ષ બાદ મકરસંક્રાંતિના દિવસે સોમવાર છે. મકરસંક્રાંતિના દિવસે બનેલો આ યોગ ઘણી રાશિઓના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત કરાવી શકે છે. પંચાંગનું માનીએ તો સૂર્યાસ્ત બાદ સૂર્યના રાશિ પરિવર્તન કરવા પર મકરસંક્રાંતિનો પુષ્ણકાળ 15 જાન્યુઆરીએ માનવામાં આવશે. મકરસંક્રાંતિનો યોગ બનતા જ ખરમાસ પણ સમાપ્ત થઈ જશે. તો વર્ષ 2024માં મકર સંક્રાંતિ અશ્વ પર બેસીને આવશે અને તેનું સહાયક વાહન સિંહ રહેશે.

77 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ યોગ

નવા વર્ષનો પ્રથમ તહેવાર મકરસંક્રાંતિ જ માનવામાં આવે છે. મકરસંક્રાતિના દિવસે વરિયાણ યોગની સાથે રવિયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. વરિયાણ યોગ રાત્રી 02.40 પર પ્રારંભ થશે અને 15 જાન્યુઆરીએ રાત્રે 11.10 વાગ્યા સુધી રહેશે. આ પછી રવિ યોગ પ્રારંભ થઈ જશે. જ્યોતિષનું માનીએ તો મકર સંક્રાતિના દિવસે આવો શુભ યોગ 77 વર્ષ બાદ બની રહ્યો છે. આવા શુભ યોગમાં પવિત્ર સ્નાન શુભફળદાયી રહેશે. આ દરમિયાન સ્નાન-દાન કરવાથી તમને ઘણા પ્રકારના શુભ લાભ પ્રાપ્ત થઈ શકે છે. આખું વર્ષ તમને સૂર્યદેવની કૃપા મળતી રહેશે. મકરસંક્રાંતિ સોમવારે આવતી હોવાથી આ દિવસે તમને ભગવાન શિવની કૃપા પણ મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT