22 December Rashifal: આજે સોનાની જેમ ચમકશે આ રાશિઓના જાતકોની કિસ્મત, માં લક્ષ્મીજીની વરસશે અપાર કૃપા

ADVERTISEMENT

gujarattak
social share
google news

22 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.

મેષ
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. ઓફિસ મેનેજર માટે આજનો દિવસ સારો રહેશે. તમારા કેટલાક કામની પ્રશંસા થશે. જો તમે કોમ્પ્યુટર કોર્સમાં જોડાવા માંગતા હોવ તો ઘરે સલાહ લો. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને કોઈ કામ માટે સન્માનિત કરવામાં આવશે. જો તમે ટાર્ગેટ બેસ્ડ વર્ક કરી રહ્યા છો, તો આજે તમે તે ટાર્ગેટ પૂરો કરી લેશો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે. તમારી આર્થિક સ્થિતિ અનુસાર ખર્ચ કરો. ઓફિસમાં આજે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે. વિવાહિત જીવનમાં મધુરતા બની રહેશે, તમે તમારા પરિવારની વચ્ચે આનંદદાયક સમય પસાર કરશો. ફેશન ડિઝાઈનરને કોઈ ગ્રાહક તરફથી સારો લાભ મળશે. તમે કોઈ મિત્ર સાથે ફોન પર લાંબી વાતચીત કરશો, જેથી તમે ખુશ રહેશો.

ADVERTISEMENT

મિથુન
આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. નર્સિંગના વિદ્યાર્થીઓને આજે સિનિયર પાસેથી કંઈક નવું શીખવા મળશે. આજે તમારે કોઈ કામને લઈને આજે ભાગદોડ કરવી પડી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. દાંપત્ય સંબંધોમાં ખુશી આવશે અને તમે સંબંધમાં નવીનતા અનુભવશો. પરિવારમાં કોઈની પ્રગતિથી ઉત્સવનો માહોલ બનશે. આજે વડીલો સાથે સમય વિતાવશો, તેમને આનંદ મળશે. ઈલેક્ટ્રોનિક્સ વેપારીઓનું કામ સારું ચાલશે, આવકમાં વધારો થશે.

કર્ક
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં બેદરકાર ન રહો. બાળકો માટે દિવસ આનંદદાયક રહેશે. આજે ઓફિસમાં તમારા કામ પર ફોકસ કરો. આજે જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. માનસિક મૂંઝવણમાંથી તમને રાહત મળશે. ઉદ્યોગપતિઓએ સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ. સરકારી વિભાગના કર્મચારીઓને પ્રમોશન મળશે.

ADVERTISEMENT

સિંહ
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેવાનો છે. આજે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે. સાંજે મિત્રો સાથે બહાર જમવા જવાનો પ્લાન બનાવી શકો છો. આજે રોજગારની નવી તકો મળશે. તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. સોશિયલ મીડિયા પર તમારા ફોલોઅર્સ વધશે. ડ્રાયફ્રુટ્સના વેપારીઓને સારા વેચાણને કારણે વધુ આવક થશે. નોકરીયાત માટે આજનો દિવસ શુભ છે.

ADVERTISEMENT

કન્યા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. આજે તમારી નવી નોકરીના યોગ બની રહ્યા છે. કોઈ વાતને લઈને તમારી મૂંઝવણ ખતમ થશે. કોઈ મિત્ર તમારી પાસે આર્થિક મદદ માંગી શકે છે. ઓફિસના કામથી બહાર જઈ શકો છો. પેટની સમસ્યાથી પરેશાન લોકોએ તેલયુક્ત ખોરાક ટાળવો જોઈએ. આજે ભાઈ-બહેન વચ્ચે સારી બોન્ડિંગ બની રહેશે. આજે આવકના નવા સ્ત્રોત સર્જાશે. ઘણા સમયથી અટકેલા કામ પૂરા થશે. આજે તમને ઓફિસમાં બેસ્ટ કર્મચારીનો એવોર્ડ મળી શકે છે.

તુલા
આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય ફિટ રહેશે. આજે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં બેદરકાર ન રહેવું જોઈએ. આજે તમે નવું વાહન ખરીદી શકો છો. કાપડના વેપારીઓના બિઝનેસમાં સાનુકૂળતા રહેશે, તમારા અટકેલા કામ પૂરા થશે. ખાનગી નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમને કોઈ મિત્ર પાસેથી જરૂરી જાણકારી મળશે. તમારા પરિવારના સભ્યો તમારું મનોબળ વધારશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે.

વૃશ્ચિક
આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. બિઝનેસમેન અન્ય કંપની સાથે ભાગીદારી કરી શકે છે. આજે વિદ્યાર્થીઓ કોલેજના પ્રોજેક્ટ બનાવવામાં વ્યસ્ત રહેશે. આજે અચાનક ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા જીવનસાથી આજે તમને જરૂરી ઘરની વસ્તુઓ ખરીદવા માટે કહી શકે છે. આજે તમને તમારા લવમેટ તરફથી સરપ્રાઈઝ મળશે. આજે તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરશો.

ધન
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. આજે વેપારમાં તમને ઓછી મહેનતથી વધુ નફો મળશે, પરંતુ મહેનત કરતા રહો. આજે કોઈ તક હાથમાંથી જવા દેશો નહીં. આજે લવમેટ તેમના સંબંધની વાત ઘરે કરી શકે છે, આજનો દિવસ તેમના માટે સારો છે. વેપારમાં આજે સારી આવક થશે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે મસાલેદાર ખોરાક ટાળો. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્લાન બનાવી શકો છો.

મકર
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. અગાઉ કોઈને આપેલા પૈસા આજે તમને પરત મળી શકે છે. કામના સંબંધમાં કોઈ મિત્ર તમારા ઘરે આવી શકે છે. આજે તમારા દાંપત્ય સંબંધોને મજબૂત કરવા માટે એકબીજાને સમજો. સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આજે વિદ્યાર્થીઓ શિક્ષક પાસેથી જરૂર સલાહ મળશે. તમને ઓફિસમાં કોઈ પ્રેઝન્ટેશનની જવાબદારી મળી શકે છે, જેને તમે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સફળ થશો. સંતાન તરફથી સહયોગ મળશે.

કુંભ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. મિત્ર તમારા પર વિશ્વાસ કરશે અને કોઈ વાત શેર કરશે. આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લો. રમતગમત સાથે જોડાયેલા લોકોને તેમના કોચ પાસેથી કંઈક નવું શીખવા મળશે. જો તમે અપરિણીત છો તો આજે તમારા લગ્નની વાત ફાઈનલ થઈ શકે છે. લવમેટ માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમને પરિવારજનોનો પૂરતો સહયોગ મળશે, જેથી તમે ખુશ રહેશો.

મીન
આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. આજે કામમાં ખૂબ વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે. હાર્ડવેરનો બિઝનેસ કરતા લોકોની આવકમાં વધારો થશે. પરિવારમાં ચાલી રહેલા મતભેદનો આજે અંત આવશે. બાળકો માટે મનપસંદ વસ્તુઓની ખરીદી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સખત તૈયારી કરો, તો જ તમને સફળતા મળશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો.

    follow whatsapp

    ADVERTISEMENT