President Of Bharat: ગુજરાત સરકારે આમંત્રણ પત્રિકામાં દ્રૌપદી મુર્મુ માટે લખ્યું ‘President Of Bharat’ - indua vs bharat gujarat government used president of bharat for droupadi murmu in e assembly invitation card - GujaratTAK
આપણું ગુજરાત દેશ-દુનિયા રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

President Of Bharat: ગુજરાત સરકારે આમંત્રણ પત્રિકામાં દ્રૌપદી મુર્મુ માટે લખ્યું ‘President Of Bharat’

Gujarat News: ઈ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) માટે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ (President Of Bharat) લખાયું જોઈ Bharat vs INDIA વિવાદને વધુ એક ધક્કો મળ્યો હતો. આ દરમિયાન ભારત-INDIAની ચર્ચા હાલના સમયમાં વેગવંતી બનાવવા પાછળનું રાજકારણ શું છે તેના અંગે ચર્ચાઓ થવા લાગી હતી. કેટલાક લોકોએ આ દ્રશ્ય જોઈ બાબતને આવકારી હતી […]

Gujarat News: ઈ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) માટે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ (President Of Bharat) લખાયું જોઈ Bharat vs INDIA વિવાદને વધુ એક ધક્કો મળ્યો હતો. આ દરમિયાન ભારત-INDIAની ચર્ચા હાલના સમયમાં વેગવંતી બનાવવા પાછળનું રાજકારણ શું છે તેના અંગે ચર્ચાઓ થવા લાગી હતી. કેટલાક લોકોએ આ દ્રશ્ય જોઈ બાબતને આવકારી હતી તો કેટલાકે મતલબ વગરના વાહીયાત રાજકારણ કહીને નારાજગી પણ વ્યક્ત કરી હતી.

G20 બાદ ગુજરાતમાં પણ હવે ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’

G20માં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયા બાદ હવે ગુજરાતમાં પણ ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ લખીને આ બાબતની વાતોને વેગ અપાયો છે. આપને જણાવી દઈએ કે ગુજરાત ઇ વિધાનસભાના લોન્ચિંગ માટે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. ત્યારે ઇ વિધાનસભા માટે આમંત્રણ પત્રિકામાં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. અહીં તસવીરમાં પણ આપ તેને જોઈ શકો છો.

વડોદરામાં ફ્લેટ એક કરતા વધુ ગ્રાહકોને વેચીને US ભાગતો ઠગ બિલ્ડર મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો

આપને જણાવી દઈએ કે આ ગુજરાતનો પહેલો એવો કાર્યક્રમ છે જ્યાં ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. ગુજરાત વિધાનસભા હાઈટેક બનવા જઈ રહી છે ત્યારે ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ શબ્દ ફરી વિવાદ ઊભો કરી શકે તેમ છે. અગાઉ ‘પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડિયા’ લખવામાં આવતું હતું. જ્યારે હમણાં કેટલાક સમયથી ‘પ્રેસીડેન્ટ ઓફ ભારત’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારથી દેશનું નામ INDIAથી બદલી ભારત કરવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જોકે આ અંગે અન્ય દલીલો પણ છે કે આટલું કરવા પાછળ શું શું બદલાઈ શકે અને કેટલો ખર્ચ આવી શકે વગેરે બાબતોની ચર્ચાઓને લઈને સોશ્યલ મીડિયાનું બજાર તો ગરમ છે જ પરંતુ સામાન્ય માણસના જીવનમાં કેટલો ફેર પડી રહ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ.

દેશની પહેલી ઈ-વિધાનસભા ‘ગુજરાત વિધાનસભા’

ગુજરાત વિધાનસભામાં કાગળ ભૂતકાળ બનશે અને ફાઈલ્સ, દસ્તાવેજો વગેરે ડિજીટલ બની ધારાસભ્યોના પાસેના ટેબલેટમાં જોવા મળશે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે જન પ્રતિનિધિ વિધાનસભાના શૂન્યકાળમાં પણ હવે પ્રશ્નોની રજૂઆત કરી શક્શે. દરેક ધારાસભ્યને 2 ટેબ્લેટ અપાશે. જેમાંથી એક ટેબ્લેટ તે પોતાની પાસે રાખી શક્શે. ગૃહની બધી જ કામગીરી ટેબ્લેટથી સંચાલિત કરવામાં આવશે. હવે માની શકાય કે બજેટથી લઈને પ્રશ્નોની ચર્ચાઓ સહિતની ગૃહની કાર્યવાહી હવે આંગળીના ટેરવા પર થશે. ઉપરાંત ભવિષ્યમાં નાગરિકો પોતાના પ્રશ્નોની સીધી સરકારમાં રજૂઆત કરશે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…