BREAKING: ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી હતી.

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાહેરાત કરી
આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક કમિટીની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને કેબિનેટ મંડળે આ કમિટીની રચના માટે સંપૂર્ણ સત્તા મુખ્યમંત્રીને સોંપી છે. સંવિધાનમાં ભાગ 4ની કલમ 44માં દરેક રાજ્ય પોતાના રાજ્યમાં દરેક નાગરિકને સમાન, કાયદો એક સમાન હોય તેની ખાસ જોગવાઈ છે, તે અંતર્ગત આજે ગુજરાતની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.

ADVERTISEMENT

  • ભારતમાં રહેતા દરેક લોકો માટે એકસમાન કાયદો
  • કાયદાની નજરમાં બધા એકસમાન હશે
  • લગ્ન, છૂટાછેડા, દત્તકના નિયમ એકસરખા હશે
  • ઉત્તરાધિકાર, વારસા વગેરેમાં નિયમ એકસમાન રહેશે
  • દરેક સમુદાયના લોકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થશે
  • લગ્ન, છૂટાછેડા અને જમીનના ભાગલામાં એક જ કાયદો લાગુ થશે

(વધુ વિગતો ઉમેરાઈ રહી છે…)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT