‘આ દિશાહિન અને મોંઘવારી વધારનારું બજેટ છે’, ઈસુદાન ગઢવીએ બજેટનું વિશ્લેષણ કરીનું શું કહ્યું?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. ગુજરાતમાં પહેલીવાર 3 લાખ કરોડથી વધુના બજેટની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતના આ બજેટ પર પ્રતિક્રિયા આપતા AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેને વિઝન વગરનું, દિશાહિન અને દ્રષ્ટિ વગરનું બતાવ્યું છે. સાથે જ બજેટમાં યુવાઓ માટે સરકારી નોકરી કે યોજનાની પણ જોગવાઈ ન કરી હોવાનું કહ્યું છે.

‘બજેટ લાંબા કે ટૂંકાગાળે ફાયદાકારક નથી’
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, બજેટનું પ્રાથમિક વિશ્લેષણ કરતા આજે ટૂંકા કે લાંબા ગાળે કોઈ આ બજેટ ફાયદાકારક નથી. માત્ર ચીલાચાલું બજેટ રહ્યું છે અને માત્ર તેમાં થોડા ઘણા ઉમેરા કરી દીધા છે. બજેટમાં ખેડૂતો માટે કોઈ લાભો નથી. ખેડૂતોને જે બજેટની ફાળવણી કરવામાં આવી છે તેમાં ખેડૂત, પશુપાલન, સહકાર, માછીમારી બધું આવી જાય છે. એ જોતા ખેડૂતોના બજેટમાં ઘટાડો થયો છે. ખોબલે ખોબલે ખેડૂતોએ મત આપ્યા છે, તેમની આશાઓ ઠગારી નીકળી છે. ખેડૂતોને લોન માટે પણ કશું નથી. લોન ધિરાણ આપવાની વાત તો દૂર તેમાં રાહત આપવાનું પણ કંઈ નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

‘મોંઘવારી વધારે એવું બજેટ છે’
AAPના કારણે બજેટમાં એક ફાયદો થયો હોય તો તે શિક્ષણના બજેટમાં રહ્યું છે. 33 કરોડનું બજેટ હતું તેમાં 10 હજાર કરોડ વધારી 43 હજાર કરોડ કર્યું છે. મને લાગ્યું છે કે આમ આદમી પાર્ટીના કારણે પ્રેશરમાં આવીને આ બજેટમાં વધારો કર્યો છે. આદિવાસી સમાજ 14 ટકા છે, તેમને નગણ્ય રાહત આપવામાં આવી છે. બેરોજગારી એટલી વધી ગઈ છે, રોજગારી-સરકારી નવી નોકરી માટે કોઈ જાહેરાત નથી. 50 લાખ જેટલા બેરોજગારો યુવાનો છે તેમણે ભાજપને વોટ આપ્યો પરંતુ તેમની આશા પણ ઠગારી નીવડી છે. ભાજપે કોઈ જ પ્લાન રોજગારી ઉત્પાદન માટે નથી કર્યું. સાથે આઉટ સોર્સિંગ કર્મચારીઓ માટે પણ કોઈ રાહતના સમાચાર નથી અને મોંઘવારી વધારનારું બજેટ છે. એવી આશા હતી કે પેટ્રોલ-ડીઝલમાં વેટમાં ઘટાડો કરી રાહત આપશે. એ આશા પણ ઠગારી નીવડી છે અને વીજળીના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. આ બજેટમાં સામાન્ય નાગરિકને ફાયદો હોય એવું લાગતું નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT