મત આપતા ફક્ત 3 મિનિટ થાય છે પરંતુ મતદાન મથક પર ઉપયોગમાં લેવાતી સ્ટેશનરીની સંખ્યા જાણી તમે ચોંકી ઉઠશો

ADVERTISEMENT

gujarattak
social share
google news
અમદાવાદ: ગુજરાત વિધાનસભાણી ચૂંટણી હવે પૂર્ણ થવા માટે કલાકો ગણાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે બીજા તબક્કાના મતદાન શરૂ થવા આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે. તંત્રથી લઈ રાજકીય પાર્ટી મતદાન થાય તે માટે માંથી રહ્યા છે. ત્યારે મતદાન માટે ફક્ત 3 થી 4 મિનિટ લાગે છે પરંતુ મતદાન વખતે મતદાન મથક પર 96  પ્રકારનિ સ્ટેશનરીનો ઉપયોગ થાય છે. આ સાથે કુલ સંખ્યા 270 થાય છે.
270 જેટલી વસ્તુ આપવામાં આવે છે
આપણે ચારપાંચ મિનિટમાં મતદાન કરીને આપણી નૈતિક ફરજ નિભાવીએ છીએ. આપણી આ ફરજ માટે ઉભા કરવામાં આવતા બૂથ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે તે બાબતથી આપણે અજાણ છીએ. એક વાર પોલિંગ પાર્ટી બૂથ ઉપર પહોંચી જાય તે બાદ ત્યાં જ રાતવાસો કરતી હોય છે. એ દરમિયાન ચૂંટણી સામગ્રીઓની સુરક્ષા કરવાની હોય છે.
આ પોલિંગ પાર્ટી સાથે ઇવીએમ, વીવીપેટ સહિતની કુલ 96 પ્રકારની સ્ટેશનરી સામગ્રી હોય છે. જેની કુલ સંખ્યા 270 થાય છે. મજાની વાત એ છે કે, આ સામગ્રીમાં દિવાસળીની પેટી, મિણબત્તી, અવિલોપ્ય શ્યાહી, વિશિષ્ટ નિશાનીવાળા રબ્બરના સિક્કા, હરિફ ઉમેદવારોની યાદી, વિવિધ પ્રકારના કવર હોય છે. તેમાં 28 પ્રકારના વૈધાનિક કવર અને 15 પ્રકારના બિનવૈધાનિક કવરો હોય છે. આ ઉપરાંત વિવિધ નિશાનીવાળા પાટિયા જેમાં શાંતિ રાખો, લાઇનમાં ઉભા રહો, અંદર જવાનો માર્ગ, બહાર નિકળવાનો માર્ગ સહિતની સૂચના આપતા પાટિયાઓ મુખ્યત્વે હોય છે.
આ વસ્તુ પણ આપવામાં આવે છે
લેખન સામગ્રીમાં એક સામાન્ય પેન્સીલ, ત્રણ બ્લૂ અને એક લાલ મળી કુલ ચાર બોલપેન, આઠ કોરા કાગળ, 25 નંગ પીન, સીલ મારવા માટેની લાખના ૬ ટૂકડા, ગમપેસ્ટ, પતરી, પાતળી વળ આપેલી સૂતળી 20 મિટર, ધાતુની પટ્ટી, કાર્બન પેપર, એક ગાભો, રબર બેન્ડ, સેલોટેપ હોય છે. વીવીપેટ સાથે મતદાન ટૂકડીને જાડા કાગળના બનેલા કવર, કાળા કાગળને સીલ કરવાનું પ્લાસ્ટિકનું બોક્સ, પ્લાસ્ટિક બોક્સને સીલ કરવા માટે પિંક પેપર સીલ, મોકપોલ સ્લીપ સ્ટેમ્પ, મત કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર ઉપરાંત એક હેન્ડબૂક પણ આપવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT