મોરબીની 3 બેઠકો પર ધૂમ વોટિંગ, પ્રથમ 2 કલાકમાં 20%થી વધુ મતદાન થયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. તેવામાં અત્યારે મોરબીની 3 બેઠકો પર પ્રથમ 2 કલાકની અંદર 20 ટકાથી વધુનું મતદાન થયું છે. નોંધનીય છે કે અહીં ત્રિપાંખિયો જંગ જામ્યો છે જ્યારે સ્થાનિકોમાં હજુ પણ મોરબી પુલ દુર્ઘટનાના ઘાવ રૂઝાયા નથી. તેવામાં આ મતદાનમાં સ્થાનિકો કોનો સાથ આપશે એ જોવાજેવું રહ્યું.

મોરબીની ત્રણ બેઠકો પર મતદાન…

  • મોરબી- 21.48 ટકા મતદાન પ્રથમ 2 કલાકમાં નોંધાયું છે.
  • ટંકારા- 23.23 ટકા મતદાન પ્રથમ 2 કલાકમાં નોંધાયું છે.
  • વાંકાનેર- 22.30 ટકા મતદાન પ્રથમ 2 કલાકમાં નોંધાયું છે.
  • આવી રીતે મોરબી જિલ્લામાં કુલ મતદાન 22.27 ટકા મતદાન નોંધાયું છે.

આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે

ADVERTISEMENT

  • મતદાર ફોટો ઓળખપત્ર,
  • આધાર કાર્ડ,
  • મનરેગા જોબ કાર્ડ,
  • પાન કાર્ડ બેંક,
  • પોસ્ટ ઓફિસની પાસબૂક(ફોટોગ્રાફ સાથે),
  • શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
  • ડ્રાઈવીંગ લાઈસન્સ,
  • પાસપોર્ટ,
  • કેંદ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે),
  • નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલા સ્માર્ટ કાર્ડ,
  • પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે),
  • સંસદસભ્ય/ધારાસભ્ય/વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર

    follow whatsapp

    ADVERTISEMENT