મતદાનના મહાપર્વની ઉજવણી કરવા આ દિગ્ગજ નેતાઓએ કરી અપીલ, જાણો શું કહ્યું PM મોદીએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ છે. ત્યારે આ મતદાનને લઈ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દીગજ્જ નેતાએ મતદાન કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે મતદાન માટે ગુજરાતની જનતાને અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ 

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

રાહુલ ગાંધી એ લોકોને કરી અપીલ 

ADVERTISEMENT

ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને અપીલ છે કે વોટ કરો… રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર, ખેડૂતોની લોન માફી માટે, ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવો.

#કોંગ્રેસ_આવે_છે

અરવિંદ કેજરીવાલે કર્યું ગુજરાતીમાં ટ્વિટ 
ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણમાં આજે 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં આજે જે કોઈ વિધાનસભા ક્ષેત્રમાં વોટિંગ છે ત્યાંના મતદાતાઓને મારી અપીલ – “તમારી પાસે સુવર્ણ તક આવી છે, ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે વૉટ જરૂર આપો, આ વખતે કંઈક ગજબ કરીને આવો.”

ખડગેએ કર્યું ટ્વિટ 

ગુજરાતના 7 કરોડ લોકો પરિવર્તન માટે એક થયા છે. મતદાનમાં ભાગ લેવો એ લોકશાહીનો આત્મા છે. આ વખતે ગુજરાતમાં પ્રથમવાર મતદાન કરી રહેલા યુવા સાથીઓ સ્વાગત છે. લોકશાહીના આ પર્વને વધુમાં વધુ મતદાન કરીને સફળ બનાવવા ગુજરાતની જનતાને અપીલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT