BJPના અગ્રણીએ દારૂ,જુગારના અડ્ડા પર ‘જનતા રેડ’ કરવાની આપી ચીમકી, જાણો સમગ્ર ઘટના
નવસારીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી પણ રાજકારણ ગરમાયેલું જોવા મળે છે. અત્યારે વાંસદા તાલુકાના ભાજપ અગ્રણીએ દારૂબંધી મુદ્દે નિવેદન આપ્યું છે. આ સામે આવતાની સાથે…
ADVERTISEMENT
નવસારીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી પણ રાજકારણ ગરમાયેલું જોવા મળે છે. અત્યારે વાંસદા તાલુકાના ભાજપ અગ્રણીએ દારૂબંધી મુદ્દે નિવેદન આપ્યું છે. આ સામે આવતાની સાથે જ હોબાળો મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે વાંસદા વિધાનસભા પર હારી ગયેલા ભાજપનાં ઉમેદવાર પિયુષ પટેલે જનતા રેડ કરવાની ચિમકી ઉચ્ચારી છે. તેમણે તાલુકામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરવા માટે ટકોર કરતા જોવાજેવી થઈ છે.
દારૂબંધીનો મુદ્દો ફરી ઉછળ્યો..
વાંસદા વિધાનસભા પર હારેલા ભાજપનાં ઉમેદવાર પિયુષ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે તાલુકામાં દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. એટલું જ નહીં આ દૂષણોને દૂર કરવા માટે પણ તેમણે ચીમકી ઉચ્ચારી દીધી છે. નોંધનીય છે કે તેમના આ પ્રમાણેના દાવાને કારણે ફરી એકવાર દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે.
જનતા રેડ કરવાની ચીમકી..
વાંસદા તાલુકામાં ચાલી રહેલા જુગારના અડ્ડાઓને બંધ કરવા માટે ભાજપના અગ્રણી પિયુષ પટેલ મેદાને આવ્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે આવા અડ્ડાઓ બંધ નહીં કરાય તો તેઓ મહિલાઓ સાથે આ તમામ સ્થળે દરોડાઓ પાડશે. જનતા રેડ કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને મતદારોએ પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે. તેમને 1.22 લાખ મતો મળ્યા છે જ્યારે સામે ભાજપના પીયુષ પટેલને 88 હજાર મતો મળ્યા છે અને આ તરફ આમ આદમી પાર્ટીના પંકજ પટેલને 15 હજાર મત મળ્યા છે. બેઠક પર વધુ મતો મેળવીને અનંત પટેલ વિજયી થયા છે. તેમણે કોંગ્રેસની ગુજરાતમાં થયેલી હાર અંગે વાત કરી હતી અને ભાજપને સંદેશ આપતા કહ્યું હતું કે, આદિવાસી સમાજને સામાન્ય ન ગણો..
With Input: રોનક જાની
ADVERTISEMENT