સંયુક્ત આંધ્રના છેલ્લા CM એ ધારણ કર્યો ભાજપનો ખેસ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
આંધ્રપ્રદેશ: કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ થોડા દિવસ પહેલા કોંગ્રેસનો હાથ છોડ્યો હતો ત્યારે આજે તે…
ADVERTISEMENT
આંધ્રપ્રદેશ: કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ થોડા દિવસ પહેલા કોંગ્રેસનો હાથ છોડ્યો હતો ત્યારે આજે તે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું.
કોંગ્રેસમાંથી નેતાઓની સતત નારાજગી સામે આવી રહી છે. એક બાદ એક નેતા રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. દેશના પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોની બાદ હવે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી ભારતીય જનતા સાથે જોડાયા છે. રેડ્ડીને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ભાજપનું સભ્યપદ આપ્યું હતું. કિરણ રેડ્ડીએ થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
જોશીએ કહ્યું- રેડ્ડી અમારા માટે મહત્વપૂર્ણ
ભાજપમાં કિરણ કુમારનું સ્વાગત કરતા પ્રહલાદ જોશીએ કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટીમાં દક્ષિણ ભારતના વરિષ્ઠ નેતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. કિરણ કુમાર રેડ્ડીના પરિવારના ઘણા સભ્યો કોંગ્રેસમાં હતા. તેમનો પરિવાર ત્રણ પેઢીથી કોંગ્રેસનો સભ્ય છે. તેમના પિતા 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને મંત્રી પણ રહી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે તેઓ પીએમ મોદીથી પ્રભાવિત છે. આજે એક મોટું પગલું ભરીને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેઓ ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈને વધુ મજબૂત કરશે. કારણ કે ધારાસભ્ય અને મંત્રી તરીકેની તેમની છબી દોષરહિત છે. તેઓ આંધ્રપ્રદેશમાં ભાજપ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT
રેડ્ડીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
ભાજપમાં જોડતાની સાથે જ કિરણ કુમાર રેડ્ડીના સૂર બદલાયા છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે ક્યારેય કોંગ્રેસ છોડવી પડશે. કોંગ્રેસ સાથે મારો લાંબા સમયથી સંબંધ છે.પાર્ટી નેતૃત્વની ખોટી નીતિઓને કારણે પાર્ટી સતત ડાઉન થઈરહી છે. કાર્યકર્તાઓની વાત સાંભળવામાં આવતી નથી. અને આ માત્ર એક રાજ્યની વાત નથી, આખા દેશની પાર્ટીની વાત છે.
કોંગ્રેસે કર્યા હતા રેડ્ડી પર આકરા પ્રહાર
જ્યારે રેડ્ડીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ મણિકમ ટાગોરે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. ટાગોરે કહ્યું કે જેમણે પાર્ટી પાસેથી બધું મેળવ્યું અને આંધ્ર પ્રદેશ કોંગ્રેસને બરબાદ કરી દીધી, તેમણે હવે ભાજપમાં જવું જોઈએ. રેડ્ડી અવિભાજિત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી હતા.
ADVERTISEMENT
કિરણ કુમાર રેડ્ડીએ પોતાની પાર્ટી બનાવી હતી
4 વખત ધારાસભ્ય રહ્યા છે. ખાસ સમયમાં સ્પીકર અને મુખ્યમંત્રી રહ્યા છે. 11 માર્ચના રોજ લખેલા પત્રમાં અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને રેડ્ડીએ લખ્યું, “કૃપા કરીને આ પત્રને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી મારા રાજીનામા તરીકે સ્વીકારો.” રેડ્ડીએ અગાઉ 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને તેલંગાણા તરીકે નવું રાજ્ય બનાવવાના તત્કાલિન યુપીએ સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.તેમણે પોતાનો રાજકીય પક્ષ, જય સામૈક્ય આંધ્ર પાર્ટી બનાવી, પરંતુ 2018માં તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા.
ADVERTISEMENT
કોંગ્રેસને આંધ્રપ્રદેશના વિભાજનની ભારે કિંમત ચૂકવવી પડી હતી. વિભાજન પછી પક્ષના નેતાઓનું સામૂહિક સ્થળાંતર થયું અને ત્યારથી જૂની પાર્ટીએ આંધ્રપ્રદેશમાં એક પણ લોકસભા કે વિધાનસભા બેઠક જીતી નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT