અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર દાવેદારોને સાંભળવા પહોંચી કોંગ્રેસની ટીમ, નક્કી થશે આ ઉમેદવાર
હિતેશ સુતરીયા, અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાવા જય રહી છે, વિધાનસભાની ચૂંટણી હવે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે વર્ચસ્વની લડાઈ બની…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા, અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાવા જય રહી છે, વિધાનસભાની ચૂંટણી હવે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે વર્ચસ્વની લડાઈ બની ચૂકી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષો માંથી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર દાવેદારોને સાંભળવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ટીમ મોડાસા આવી હતી. દાવેદારોને સાંભળી અને જ્ઞાતીગત સમીકરણો તથા જીતની પ્રબળ શક્યતા ધરાવતા દાવેદાર પર આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.
125થી વધુ બેઠક જીતવાનો દાવો
ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સત્તા પર આવવા રાજકીય પક્ષો રણનીતિ ઘડી રહી છે. 27 વર્ષથી સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં કરો યા મારો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસ હવે ઉમેદવારોની પસંદગી માટેની તડામાર તૈયારી કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતની તમામ બેઠક કબજે કરવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે ત્યારે અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર દાવેદારોને સાંભળવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ટીમ મોડાસા પહોંચી હતી. ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી અને ઉત્તર ગુજરાતના પ્રભારી અને AICC સેક્રેટરી વીરેન્દ્રસિંહ રાઠોડે પુનરાવર્તિત ધારાસભ્યોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે,દરેક સીટ પર અવલોકન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની કેન્દ્રીય ટીમ ઉમેદવારો નક્કી કરશે. ગુજરાતમાં કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે.
આ બેઠકમાં કાર્યકારી પ્રમુખ પીરઝાદા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા, ભિલોડા અને બાયડ બેઠક માટે ઘણા દાવેદારો છે ત્યારે ટિકિટની માંગને કારણે નારાજગી ઊભી થઈ શકે છે. આગામી ચૂંટણીમાં કોનું પલડું ભારે રહેશે તે જનતા જ નક્કી કરશે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતમાં હાલની સ્થિતિ
આ ઝોનમાં કુલ 5 જિલ્લાઓ આવેલા છે જેમાં વિધાનસભાની 27 સીટ આવેલ છે. ભાજપ પાસે 11 કોંગ્રેસ પાસે 12 અપક્ષ પાસે 1 બેઠક છે જયારે 3 બેઠક ખાલી છે જેમાં ઊંઝા બેઠકના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભિલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાનુ અવસાન થયું છે જયારે ખેડાબ્રમ્હા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું ત્યારે ખેડાબ્રમ્હા બેઠક પણ ખાલી છે.
ADVERTISEMENT