સ્વતંત્ર દેવસિંહએ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના નેતા પદ પરથી આપ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહે વિધાનપરિષદના નેતા પદ પરથી રાજીનામું ધરી દીધું છે. સ્વતંત્ર દેવસિંહના રાજીનામાં બાદ વિધાન પરિષદના નેતા તરીકે પસંદગી પણ કરી લેવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય વિધાન પરિષદના નવા નેતા થશે.

સ્વતંત્ર દેવ સિંહનું કદ ઘટ્યું 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્વતંત્ર દેવ સિંહે વ્યસ્તતાનું કારણ ધરી અને રાજીનામું આપ્યું છે. સ્વતંત્ર દેવ સિહના રાજીનામાં બાદ કેશવ પ્રસાદ મોર્યને આ જવાબદારી સોંપવામાં આવી છે. કેશવ પ્રસાદને વિધાન પરિષદના નેતા પસંદ કરી દેવામાં આવ્યા છે. એમ પણ માનવામાં આવે છે કે સ્વતંત્ર દેવ સિંહે ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. હવે દેવસિંહનું કદ  કેશવ પ્રસાદની તુલનામાં ઘટ્યું છે. સ્વતંત્ર દેવ સિંહે આ વાતને લઈને જ રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા થઈ રહી છે.

નારાજ છે સ્વતંત્ર દેવ સિંહ
સ્વતંત્ર દેવસિંહે ભલે વ્યસ્તતાના કારણે રાજીનામું ધરી દીધું છે પરંતુ એમ કહેવામાં આવી રહ્યું છે કે, કેશવ પ્રસાદને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવતા ની સાથેજ તે નારાજ થયા છે અને આ વાતને લઈને રાજીનામું આપી દીધું છે. કેશવ પ્રસાદને તેની રાજકીય અનુભવને કારણે વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા છે. યોગી સરકારમાં દેવ સિંહને જળ શક્તિ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વતંત્ર દેવ સિંહને થોડા સામે પહેલા જ વિધાન પરિષદના નેતા બનાવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT