સુરતના પૂણામાં વરસાદી પાણી ભરાતા મેયરનો લોકોએ હુરિયો બોલાવ્યો, લોકોનો આક્રોશ જોઇને નેતાએ ચાલતી પકડી
સંજયસિંહ રાઠોડ.સુરતઃ છેલ્લા ઘણા સમયથી આપણે જનતા બનવાનું જાણે કે ભુલી જ ગયા હોય તેવું ઘણી વખત જોયું છે. કરોડોનો કૌભાંડો, લોકોના મોત, મોંઘવારી વગેરે…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ છેલ્લા ઘણા સમયથી આપણે જનતા બનવાનું જાણે કે ભુલી જ ગયા હોય તેવું ઘણી વખત જોયું છે. કરોડોનો કૌભાંડો, લોકોના મોત, મોંઘવારી વગેરે જેવા મુદ્દાઓમાં પણ જાણે કે આપણે સહન કરવામાં પારંગતત્તા મળી ગઈ હોય તેવી સ્થિતિ સતત જોવા મળી રહી હતી. જોકે અમુક ઘટનાઓમાં આપણે લોકોનું ખરું જનતા રૂપ પણ જોવા મળે છે. આવું જ કાંઈક સુરતમાં થયું છે જ્યાં વરસાદના પાણીથી પરેશાન થયેલા લોકોએ મેયરને ઘેરી લીધા હતા. ત્યાં સુધી કે લોકોના પ્રશ્નોથી પરેશાન થયેલા મેયરે પછીથી ગાડીમાં બેસીને ચાલતી પકડી લેવી પડી હતી.
કબુતરબાજી કૌભાંડમાં પોલીસને મળી સફળતાઃ બોબી પટેલનો સાગરિત દિલ્હીથી ઝડપાયો
વરસાદમાં નગરચર્યા કરવા નીકળ્યા મેયર અને…
આજે મંગળવારના રોજ સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન વોઘાવાલા શહેર ભ્રમણ માટે નીકળ્યા હતા અને અનેક વિસ્તારોમાં મેયર પોતાની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા હતા. ત્યારે ફરતા ફરતા મેયર પૂણા વિસ્તારમાં પહોંચ્યા હતા. આ વિસ્તારમાં પણ ખૂબ વરસાદી પાણી ભરાયા હતા અને મેયરને ફરતા જોતા લોકોએ મેયરની ગાડી રોકી હુરિયો બોલાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા રીતસર લોકોની વચ્ચે ઘેરાઈ ગયા હતા અને લોકોએ એમને ઉપર સવાલોની વરસાદ કરી હતી. લોકોનો આક્રોશ જોઈને મેયર હેમાલીબેન બોઘાવાલા પોતાની કારમાં બેસીને પુણા વિસ્તારમાંથી નીકળી ગયા હતા પણ લોકોને સવાલોના જવાબ આપ્યા ન હતા. જ્યારે મેયર સુરતના પૂણા વિસ્તારના રાઉન્ડ પર હતા ત્યારે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયા પર પહોંચી ગયા હતા. લોકોનો આક્રોશ હતો કે દર વર્ષે વરસાદની સિઝનમાં પૂણા વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે મનપા તંત્ર કેમ કામ કરતું નથી ?
ADVERTISEMENT
ADVERTISEMENT